________________
પ્રારંભથી જ નિરતિચાર ચારિત્રનું પાલન કરતા હોવાથી તેમના પૂર્વપર્યાયનો છેદ કરી ઉત્તર (નવા) પર્યાયમાં ઉપસ્થાપન કરવાની જરૂર રહેતી ન હોવાથી તેમને છેદોપસ્થાપનીય ચારિત્ર હોતું નથી.
(૩) પરિહારવિશુદ્ધિ : અમુક પ્રકારના તપને પરિહાર કહેવામાં આવે છે. પરિહાર તપથી વિશુદ્ધિવાળું જે ચારિત્ર તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. આ ચારિત્રના પાલનમાં નવનો સમુદાય હોય છે. નવથી ઓછા ન હોય અને વધારે પણ ન હોય, નવ જ હોય. તેમાં ચાર સાધુઓ પરિહાર તપની વિધિ મુજબ પરિહાર તપ કરે. ચાર સાધુઓ પરિહાર તપ કરનારની સેવા કરે. એક સાધુ વાચનાચાર્ય તરીકે રહે. એ આઠે ય સાધુઓને વાચના આપે. આ ચારિત્રને ગ્રહણ કરનારા સઘળા સાધુઓ શ્રુતાતિશયસંપન્ન હોય છે. છતાં તેઓનો આચાર હોવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપે છે.
(૪) સૂક્ષ્મસંપરાય ઃ સૂક્ષ્મસંપરાય શબ્દમાં સૂક્ષ્મ અને સંપરાય બે શબ્દો છે. સંપરાય એટલે લોભ. જ્યારે ચાર કષાયોમાં કેવળ લોભ જ હોય અને તે પણ સૂક્ષ્મ (– અતિ અલ્પ પ્રમાણમાં) હોય ત્યારે આ ચારિત્ર હોય છે. કેવળ સૂક્ષ્મ લોભ દશમા ગુણસ્થાને જ હોય છે. માટે આ ચારિત્ર પણ દશમા ગુણસ્થાને જ હોય છે. દશમા ગુણસ્થાને મોહનીયની ૨૭ પ્રકૃતિઓનો ક્ષય કે ઉપશમ થઈ ગયો હોય છે. માત્ર લોભનો જ ઉદય હોય છે. લોભ પણ સૂક્ષ્મ (– અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. દશમું ગુણસ્થાન શ્રેણિમાં હોય છે. અત્યારે શ્રેણિનો અભાવ હોવાથથી સૂક્ષ્મસંપરાય ચારિત્રનો પણ અભાવ છે.
(૫) યથાખ્યાત : યથાખ્યાત એટલે જેવા પ્રકારનું કહ્યું હોય તેવા પ્રકારનું. જિનેશ્વર ભગવંતોએ જેવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે તેવા પ્રકારનું જે ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર. જિનેશ્વર ભગવંતોએ શ્રેષ્ઠ ચારિત્ર તરીકે અકષાય (-કષાય રહિત) ચારિત્રને કહ્યું છે. આથી કષાયના ઉદયથી સર્વથા રહિત ચારિત્ર યથાખ્યાત ચારિત્ર. ૧૧, ૧૨, ૧૩, ૧૪
અધ્યાય : ૯ • સૂત્ર ઃ ૧૮ ૪ ૩૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org