________________
પાડવું પડતું નથી. તેમ એકવાર દર્શનમોહ જવાથી જીવને જે સર્વજ્ઞના વચનમાં શ્રદ્ધા થઈ તે ઝબૂકતી રહે છે. પણ કષાયજનિત પરિણામોની મલિનતા દૂર કરવાની હોય છે, તે મલિનતા દૂર થતાં વળી જીવ પાછો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. (સામાન્ય સમજ) जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम्
૧-૪
૧-૪
જીવાજીવાશ્રવબંધસંવરનિર્જરામોક્ષાસ્તત્ત્વમ્ જીવ-અજીવ-આશ્રવ-બંધ-સંવર-નિર્જરા મોક્ષાઃ તત્ત્વમ્ ૧-૪
જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે.
નોંધ : આશ્રવમાં પુણ્ય અને પાપને જુદા ગણીએ તો નવ તત્ત્વ પણ ગણાય છે. આશ્રવમાં પુણ્યપાપનો સમાવેશ કરતા તત્ત્વ સાત છે.
ક્રમ તત્ત્વનાં નામ ૧. જીવતત્ત્વ
વ્યાખ્યા
જે ચેતના લક્ષણયુક્ત છે, જે જીવે છે જે પ્રાણો ધારણ કરે છે તે જીવ છે. અનુભવમાં આવવા યોગ વ્યવહાર કથનથી અજ્ઞાન દશામાં જીવ શુભાશુભ કર્મોનો કર્તા હોવાથી ભોક્તા છે. તેનાં સુખદુઃખના અનુભવવાળો છે. કર્મોનો કર્તા છે. નિશ્ચયપક્ષથી શુદ્ધ આત્મા પરભાવ કે કર્મોનો કર્તા નહિ હોવાથી ભોક્તા પણ નથી. કેવળ પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શક્તિ ઇત્યાદિનો કર્તા હોવાથી તેનો ભોક્તા છે. સત્, ચિત્ત, આનંદ સ્વરૂપ છે. સંસારમાં નારક, તિર્યંચ મનુષ્ય અને દેવપણે જીવ હોય છે.
૨. અજીવતત્ત્વ જેનામાં ચેતના, જીવ કે પ્રાણ નથી, જેને સુખદુઃખનો
અનુભવ નથી તે પૌદ્ગલિક પદાર્થો ઉપરાંત ધર્માસ્તિકાયાદિ પદાર્થો છે. શરીર, ખાટલા-પાટલા,
૧૦ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org