________________
અ
છે. અંતર પાડી દે છે. અનાદિકાળથી જે મિથ્યાત્વ અકબંધ ચાલ્યુ આવતું હતું તેને અટકાવીને જીવના પરિણામ અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વના કર્મદલિક વિનાના કરે છે. તે અધ્યવસાયની સ્થિતિને અંતરકરણ કહેવામાં આવે છે.
અંતરકરણની વિશુદ્ધિને કારણે ઔપશમિકસમકિત પ્રગટ થાય છે. પરંતુ તે અંતર્મુહૂર્ત કાળ રહે છે. તે દરમ્યાન શાંત થયેલા મિથ્યાત્વના દલિકો જે સત્તામાં રહ્યા છે પણ ઉદયવાળા નથી, તેના ત્રણ ભાગલા પડી જાય છે. અનાદિથી ચાલ્યું આવતું મિથ્યાત્વ એટલું મોળું પડી ગયું કે તેના ભાગલા થઈ જઈ તે વેરવિખેર થઈ ગયું.
ત્રણ ભાગ, ૧ શુદ્ધપુંજ. ૨. અર્ધશુદ્ધપુંજ. ૩. અશુદ્ધપુંજ. શુદ્ધપુંજ = સમ્યકત્વ મોહનીય અર્ધશુદ્ધપુંજ = મિશ્ર મોહનીય અવિશુદ્ધપુંજ = મિથ્યાત્વ મોહનીય
દૃષ્ટાંત : જેમ કોઈ બાઈ ડાંગર છડે ત્યારે અમુક સમય પછી કેટલાક ડાંગરના ફોતરા તદ્દન નીકળી જાય = શુદ્ધ.
કેટલાકના અડધા નીકળે તે = અર્ધશુદ્ધ કેટલાકના એવા જ રહી જાય તે = અવિશુદ્ધ.
અંતરકરણની ક્રિયાકાળમાં સમ્યકત્વ પામેલા જીવ, અંતમુહૂર્ત સમાપ્ત થતાં અંતરકરણ – ઔપશમિક સમ્યક્ત્વનો કાળ પૂરો થાય છે ત્યારે જીવના અધ્યવસાયની શુદ્ધિ ટકી રહેતાં શુદ્ધપુંજ ઉદયમાં આવે છે તો તે જીવ તે વખતે ક્ષયોપથમિક સમ્યકત્વ પામે છે. પરંતુ અધ્યવસાયમાં શ્રદ્ધાની અલ્પતા થાય તો અર્ધશુદ્ધપુંજ ઉદયમાં આવે. તે મિશ્ર મોહનીય સમ્યકત્વ પામે છે. અને ત્યાર પછી તો જાણે ધાડ પડે તેમ અનંતાનુબંધીનો કષાયનો ઉદય થતાં જીવ અશુદ્ધપુંજનો ઉદય થવાથી મિથ્યાત્વ મોહનીય પામે છે.
જેમ મોતી વિંધાઈ ગયા પછી રેતીમાં પડી જવાથી તેના છિદ્રમાં રેતી ભરાઈ જાય તો રેતી દૂર કરવા પ્રયત્ન કરવો પડે. પણ છિદ્ર પુનઃ
અધ્યાય : ૧ • સૂત્ર : ૩ ૪ ૯
-----
---
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org