________________
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
કે પ્રજ્ઞા જ્ઞાનના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. જ્યારે જ્ઞાનનો ક્ષયોપશમ વર્તમાન હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મનો ઉદય પણ વર્તમાન હોય છે. આથી પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણ કર્મના ઉદય વખતે આવે છે એવો અર્થ સુસંગત છે. આગળનાં સૂત્રોમાં પણ આવા સ્થળે “ઉદયે”નો ઉદય વખતે' એવો અર્થ કરવો ઠીક લાગે છે. જે પરિષહ અમુક કર્મના ઉદયથી જ આવે એ પરિષદમાં “ઉદયે’નો અર્થ “ઉદયથી” કરવો જોઈએ જેમકે અજ્ઞાન પરિષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આવે છે.
પ્રશ્ન : ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને મોહનીય કર્મનો ઉદય ન હોવાથી ગર્વ અને દીનતા હોય. ગર્વ ન હોવાથી પ્રજ્ઞા પરિષહ અને દીનતા ન હોવાથી અજ્ઞાન પરિષહ કેમ હોય ?
ઉત્તરઃ પ્રજ્ઞા પરિષદનું ગર્વ અને અજ્ઞાન પરિષદનું દીનતા કારણ નથી, કિંતુ જ્ઞાન અને અજ્ઞાન છે. અર્થાતુ વિશિષ્ટ બુદ્ધિ મળવાથી ગર્વ કરવો એ પ્રજ્ઞા પરિષહ નથી, કિંતુ વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ જ પ્રજ્ઞા પરિષહ છે. વિશિષ્ટ બુદ્ધિ મળવાથી ગર્વ કરવો એ પ્રજ્ઞા પરિષહનો અજય છે. તે રીતે વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી દીનતા કરવી એ અજ્ઞાન પરિષહ નથી, કિંતુ વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવી એ જ અજ્ઞાન પરિષહ છે. વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી દીનતા કરવી એ અજ્ઞાન પરિષહનો અજય છે. ૧૧મા અને ૧૨માં ગુણસ્થાને પ્રજ્ઞા (વિશિષ્ટ બુદ્ધિ) અને અજ્ઞાન બંને સંભવે છે.
અલબત્ત, ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને ગર્વ અને દીનતા ન હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહનો અજય ન થાય, જય જ થાય. પણ પરિષહ તો આવે. કારણ કે ૧૧મા અને ૧૨મા ગુણસ્થાને પ્રજ્ઞા અને અજ્ઞાન બંને સંભવે છે. તેરમા ગુણસ્થાને કેવલજ્ઞાન હોવાથી પ્રજ્ઞા અને અજ્ઞાન ન હોય. એથી એ બે પરિષદો પણ ન હોય. दर्शनमोहान्तराययोरदर्शनालाभौ ।
૯-૧૪ દર્શનમોહન્તરાયયોરદર્શનાલાભી
૯-૧૪ દર્શનમોહ-અન્તરાયયોઃ અદર્શન-અલાભ ૯-૧૪
- અધ્યાયઃ ૯• સૂત્રઃ ૧૪૪ ૩૨૯
.
.
www
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org