________________
અજ્ઞાનનાં કારણે થતા ‘“આ અજ્ઞાન છે, પંગુ સમાન છે, અને કશી જ ગતાગમ નથી’” ઇત્યાદિ આક્ષેપ તિરસ્કારમાં સમતા રાખવી એ પરિષહ જય અન ઉદ્વિગ્ન બની જવું, દ્વેષ કરવો એ પરિષહ અજય છે.
૨૨. અદર્શન : શાસ્ત્રોનાં રહસ્યો ન સમજાય, પરદર્શનમાં પ્રત્યક્ષ ચમત્કારો દેખાય વગેરે સમ્યગ્દર્શનથી ચલિત થવાના પ્રસંગોની ઉપસ્થિતિ એ અદર્શન પરિષહ છે. તે પ્રસંગોમાં સમ્યગ્દર્શનથી ચલિત ન થવું એ જય અને ચલિત થવું એ પરિષહ અજય છે.
પરિષહોની ગુણસ્થાનકોમાં વિચારણા
सूक्ष्मसंपराय-छद्मस्थवीतरागयोश्चतुर्दश સૂક્ષ્મસંપરાય-છદ્મસ્થવીતરાગયોશ્ચતુર્દશ સૂક્ષ્મસંપરાય-છદ્મસ્થ-વીતરાગયોઃ ચતુર્દશ
સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ અને ક્ષીણમોહ (૧૦-૧૧-૧૨) એ ત્રણ ગુણસ્થાનકોમાં ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ એ ૧૪ પરિષહો હોય છે. અર્થાત્ આ ૧૪ પરિષહો ૧૨મા ગુણસ્થાનક સુધી સંભવે છે.
Jain Education International
શેષ આઠ પરિષહો મોહનીય કર્મજન્ય હોવાથી અને આ ત્રણ ગુણસ્થાનકોમાં મોહનો ઉદય ન હોવાથી નવમા ગુણસ્થાનક સુધી જ હોય છે. યપિ દશમા ગુણસ્થાને કે સૂક્ષ્મ લોભ હોય છે, પણ તે અત્યંત સૂક્ષ્મ હોવાથી સ્વકાર્ય કરવા અસમર્થ હોય છે.
સયોગી કેવળીમાં પરિષહોની વિચારણા
૯-૧૦
૯-૧૦
૯-૧૦
एकादश जिने
૯-૧૧
એકાદશ જિને
૯-૧૧
એકાદશ જિને
૯-૧૧
અધ્યાય : ૯ સૂત્ર : ૧૦-૧૧ ૪ ૩૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org