________________
શરમનો ત્યાગ એ પરિષહ જય અને શરમ આવવી, અહંકાર રાખવો એ પરિષહ અજય છે.
૧૫. અલાભ : નિર્દોષ ભિક્ષા ન મળવી એ અલાભ પરિષહ છે. અલાભ પરિષહ આવતાં દીનતા ન કરવી કે તેમાં નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન કરવો એ પરિષહ જય અને દીનતા કે ક્રોધ કરવો એ પરિષહ અજય છે.
૧૬. રોગ : શરીરમાં રોગ થાય એ રોગ પરિષહ છે. રોગને સહન કરવો કે શાસ્ત્રોક્ત વિધિ મુજબ રોગનો પ્રતિકાર કરવો એ પરિષહ જય છે. રોગમાં ચિંતા કરવી, શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને પ્રતિકાર કરવો એ પરિષહ અજય છે.
૧૭. તૃણ સ્પર્શ : ગચ્છમાં રહેનારા અને ગચ્છથી અલગ વિચરનારા એ બંને પ્રકારના સાધુઓને અમુક સંયોગોમાં પોલાણ રહિત ઘાસનો ઉપયોગ કરવાની અનુજ્ઞા છે. આથી જરૂર પડે ત્યારે ઘાસ ઉપર સંથારો અને ઉત્તરપટ્ટો પાથરીને સૂએ, અથવા સંથારો અને ઉત્તરપટ્ટો ચોરાઈ જાય વગેરે કારણે માત્ર ઘાસ ઉપર સૂએ એ વખતે તૃણની અણીઓ ખૂંચવી વગેરે તૃણ પરિષહ છે. એ વખતે વેદનાને સમભાવે સહન કરવી, વસ્ત્રની ઇચ્છા ન કરવી એ પરિષહ જય છે. અને ઉદ્વિગ્ન બનીને વસ્ત્રની ઇચ્છા કરવી એ પરિષહ અજય છે.
૧૮. મલ ઃ શરીર ઉપર મેલનું જામવું એ મલ પરિષહ છે. મેલને દૂર ન કરવો, મેલને દૂર કરવાની ઇચ્છા પણ ન થવી એ પરિષહ જય અને મેલને દૂર કરવાની ઇચ્છા થવી, મેલને દૂર કરવો એ પરિષહ અજય છે.
૧૯. સત્કાર : સત્કાર-સન્માનની પ્રાપ્તિ એ સત્કાર પરિષહ છે. તેમાં હર્ષ ન કરવો એ પરિષહ જય અને હર્ષ કરવો એ પરિષહ અજય છે.
૨૦. પ્રજ્ઞા : વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ પ્રજ્ઞા પરિષહ છે. તેમાં ગર્વ ન કરવો એ પરિષહ જય છે અને ગર્વ કરવો એ પરિષહ અજય છે. ૨૧. અજ્ઞાન : વિશિષ્ટ જ્ઞાનની અપ્રાપ્તિ એ અજ્ઞાન પરિષહ છે.
૩૨૬૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org