________________
નનનનનનનનનન નનનન
ARMADA
DODOGRONDBOONDAMMOGEDORRA
wwwwwwwwwwwware
તે સ્ત્રી પરિષહ છે. અશુચિ ભાવના આદિથી સ્ત્રીની ચેષ્ટા તરફ લક્ષ્ય ન આપવું, તેની પ્રાર્થનાનો સ્વીકાર ન કરવો વગેરે પરિષહ જય છે. અને સ્ત્રીની ચેષ્ટાને નિહાળવી કે પ્રાર્થનાદિનો સ્વીકાર કરવો એ પરિષહ અજય છે.
૯. ચર્યા : ચર્યા એટલે વિહાર, વિહારમાં પથ્થર, કાંટા આદિની પ્રતિકૂળતા એ ચર્યા પરિષહ છે. પ્રતિકૂળતામાં ઉદ્વેગ આદિને વશ બન્યા વિના શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિહાર કરવો એ પરિષહ જય છે. પ્રતિકૂળતા દૂર થાય કે ન આવે એ માટે શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વિહાર કરવો કે વિહાર જ ન કરવો એ પરિષહ અજય છે.
૧૦. નિષદ્યા : નિષદ્યા એટલે ઉપાશ્રય આદિ સ્થાન. ઉપાશ્રય આદિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાધના કરતાં અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગો ઉપસ્થિત થાય એ નિષઘા પરિષહ છે. એ પ્રસંગોને આધીન ન બનવું – રાગદ્વેષ ન કરવા એ પરિષહ જય અને એ પ્રસંગોને આધીન બનીને રાગ-દ્વેષ કરવા એ પરિષહ અજય છે.
૧૧. અધ્યા : શય્યા એટલે સંથારો અથવા વસતિ. અનુકૂળ કે પ્રતિકૂળ શવ્યાની પ્રાપ્તિ એ શય્યા પરિષહ છે. અનુકૂળ અને પ્રતિકૂળ શયામાં અનુક્રમે હર્ષ-ઉદ્વેગને આધીન ન બનવું એ પરિષહ જય છે. અને હર્ષ-ઉદ્વેગને આધીન બનવું એ પરિષહ અજય છે.
૧૨. આક્રોશ : કોઈ અજ્ઞાની કે દ્વેષી આક્રોશ-તિરસ્કાર કરે એ આક્રોશ પરિષહ. આક્રોશ થતાં સમતા રાખવી એ પરિષહ જય અને ઉદ્વિગ્ન બની જવું કે આક્રોશ કરનાર ઉપર દ્વેષ-ક્રોધ વગેરે કરવું એ પરિષહ અજય છે.
૧૩. વધ : કોઈ અજ્ઞાની કે દ્વેષી તાડનાદિ કરે એ વધ પરિષહ છે. એ વખતે સમતા રાખવી એ પરિષહ જય અને દીન બની જવું કે તાડનાદિ કરનાર ઉપર ક્રોધ વગેરે કરવું એ પરિષહ અજય છે.
૧૪. યાચનાઃ સંયમ સાધના માટે જરૂરી આહારાદિની ગૃહસ્થોની પાસે માગણી કરવી એ યાચના પરિષહ છે. યાચનામાં લઘુતાનો –
અધ્યાય : ૯ • સૂત્ર : ૯ + ૩૨૫
Wwwwwwwwww
T
VOODORAN
માનવતાના નાના નાના નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org