________________
ક્ષુત્-પિપાસા-શીતોષ્ણ-દંશમશક-નાખ્યાઽરતિ-સ્ત્રીચર્ચા-નિષદ્યા-શય્યાડડક્રોશ-વધ-યાચનાલાભ-રોગ
તૃણસ્પર્શ-મલ-સત્કાર-પ્રજ્ઞાડજ્ઞાનાડદર્શનાનિ ૯૯ ક્ષુત્-પિપાસા-શીત-ઉષ્ણ-દંશમશક-નાન્ય-અતિ-સ્ત્રી ચર્ચા-નિષદ્યા-શય્યા-આક્રોશ-વધ-યાચના-અલાભ-રોગ
તૃણસ્પર્શ-મલ-સત્કાર-પ્રજ્ઞા-અજ્ઞાન-અદર્શનાનિ
૯૯
ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ રોગ, તૃણસ્પર્શ, મળ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન એમ બાવીશ પરિષહો છે. આ પરિષહોને સમજાવતાં તેનાં લક્ષણ, સંખ્યા અધિકાર, કારણોનો નિર્દેશ વગેરે જણાવે છે. પરિષહોની સંખ્યા તો ઘણી થઈ શકે પણ અહીં તેનો બાવીસની સંખ્યામાં સમાવેશ કર્યો છે.
૧. ક્ષુધા : અતિશય ક્ષુધાની વેદના એ ક્ષુધા પરિષહ છે. ક્ષુધાને સમભાવે સહન કરવી. જો સહન ન થાયતો શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોચરી-ભિક્ષા લાવીને ક્ષુધાને શાંત કરવી. અહીં ક્ષુધાને શાંત કરવી એનું મહત્ત્વ નથી. કિન્તુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ ભિક્ષા મેળવવી એનું મહત્ત્વ છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભિક્ષા મેળવવા જતાં નિર્દોષ આહાર ન મળે તો પણ દોષિત આહાર ન લેવો, અને મનને દૃઢ કરીને ક્ષુધાને સહન કરવી એ ક્ષુધા પરિષહ જય છે.
:
૨. પિપાસા : અતિશય તૃષાની વેદના એ પિપાસા પરિષહ છે. પરિષહનાં જયનું અને અજયનું સ્વરૂપ ક્ષુધા પરિષની જેમ સમજી લેવું, આહારનાં સ્થાને પાણી સમજવું. અર્થાત્ અચિત જળ ન મળે તો સચિત જળનો ઉપયોગ ન કરે.
૩. શીત : અતિશય ઠંડીની વેદના શીત પરિષહ છે. પરિષહ જયનું સ્વરૂપ ક્ષુધા પરિષહની જેમ સમજવું. આહારનાં સ્થાને વસ્ત્રો સમજવાં. શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને વસ્ત્રાદિનું ગ્રહણ કરવું.
Jain Education International
અધ્યાય : ૯
•
સૂત્ર : ૯ × ૩૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org