________________
તે જગતનું સ્વરૂપ છે. આ સર્વ પદાર્થોમાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય રૂપ સ્વયં પરિણમન થયા કરે છે. તે કાળની વર્તના છે. દરેક પદાર્થોની સૂક્ષ્મપણે વિચારણા કરવાથી જીવના વ્યર્થ વિકલ્પો શમે છે અને ચિત્તની વિશુદ્ધિમાં સહાયક થાય છે.
વળી લોકવરૂપની વિચારણામાં જીવને બોધ મળે છે કે આવા લોકમાં જીવ અનાદિથી પરિભ્રમણ કરી જન્મમરણનું દુઃખ સહન કરે છે. આ પરિભ્રમણનું કારણ જીવનું અજ્ઞાન છે. હું તો જ્ઞાનસ્વરૂપ છું. મારું સ્થાન આ લોકમાં નહિ પણ લોકાગે છે.
આ દરેક પદાર્થોની ગહન વિચારણા થવા શ્રુતજ્ઞાન વડે તેનું સ્વરૂપ જાણવું જેથી બુદ્ધિમાં વિશાળતા આવે છે, અને મધ્યસ્થભાવ પણ ટકે છે. જેને કારણે જીવમાં અહં મમત્વ શાંત થઈ સમતા કેળવાય છે. તત્ત્વજ્ઞાનની શ્રદ્ધાની વૃદ્ધિ થતાં સમ્યકત્વનો ગુણ પ્રગટ થાય છે. ૧૧. બોધિ દુર્લભતાનુપ્રેક્ષા ઃ બોધિ = મોક્ષમાર્ગની પ્રાપ્તિ, તેની દુર્લભતા.
આ સંસારની પ્રપંચજાળમાં ફસાયેલા જીવને મોક્ષમાર્ગની જિજ્ઞાસા થવી અત્યંત દુર્લભ છે. મોહના સામ્રાજ્યમાં ફસાયેલા જીવને હિતકારી એવાં બોધિરત્નપ્રાપ્તિનો વિચાર ક્યાંથી આવે ? અનાદિકાળથી અનેક યોનિમાં ભમીને જીવ સુખદુઃખની જાળમાં ફસાઈ ગયો છે.
કોઈ મહત્વપુણ્યયોગે માનવજન્મ પામ્યો. ત્યાં વળી કાયા, કંચન, કામિની, કુટુંબકબીલાથી એવો ફસાઈ ગયો કે મોક્ષમાર્ગની પ્રાપ્તિ પ્રત્યેની જિજ્ઞાસા જ ન થઈ. ક્યાંક વળી જિનવાણી સાંભળવા મળી તો પણ શ્રદ્ધા અને ચારિત્રરૂપ આ મોક્ષમાર્ગની સાધના કેટલી દુર્લભ છે તેમ ચિંતવન કરવું. વારંવાર ચિંતવન કરવાથી મોક્ષમાર્ગની ભાવના દૃઢ થાય છે. ૧૨. ધર્મ સ્વાખ્યાતત્ત્વાનુપ્રેક્ષાઃ વિશુદ્ધ ધર્મમાં સ્થિર થવાની અનુપ્રેક્ષા.
સમ્યગદર્શન અને ચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિ કેવી દુર્લભ છે ? માનવજન્મ મળવા છતાં જીવ શુદ્ધધર્મનું આરાધન કરવા માટે પુરુષાર્થ
અધ્યાય : ૯ • સૂત્ર : ૭ ૩૨૧
ર
. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org