________________
વાસનાનું દમન કરવા સંવરતત્ત્વના ઉપાયો યોજવા ચિંતન કરવું. સમિતિગુપ્તિના લાભ, પરિષહો દ્વારા કર્મોને પાછાં ધકેલવાં, દસ ગુણ દ્વારા દોષોને કેવી રીતે રોકવા, સમતામાં કેમ સ્થિર રહેવું તેનું વારંવાર ચિંતન કરવું તે સંવરાનુપ્રેક્ષા છે.
૯. નિર્જરાનુપ્રેક્ષા : કર્મોનો નાશ કરવા માટેનું ચિંતન.
કર્મોનો નાશ કરવા માટે કર્મવિપાકનું ચિંતન કરવું. કર્મોનો નાશ બોધપૂર્વક પણ થાય છે અને ઓધ દૃષ્ટિએ પણ થતો રહે છે. બોધપૂર્વક થતો કર્મનો નાશ કર્મને મૂળમાંથી ઉખેડી નાંખે છે, અને ઓઘે ઓધે થતો કર્મોનો નાશ મૂળમાંથી થતો નથી. પરંતુ નવો કર્મબંધ થતો રહે
શાસ્ત્રકારોએ તેની ચિંતવના માટે બે પ્રકાર કહ્યા છે.
૧. અબુદ્ધિપૂર્વકની કર્મનિર્જરામાં વિશેષ સમજપૂર્વક ભાવના નથી પરંતુ કર્મના ધક્કે કર્મ ભોગવાય અને જાય, કર્મોનો નાશ થાય પણ અનિચ્છાએ થાય. જેમકે દુઃખ, રોગ, શોક વખતે કર્મ ભોગવાય પણ ત્યાં સમજણ ન હોવાથી તે અબુદ્ધિપૂર્વકનો ક્ષય હોવાથી, તે કર્મ ભોગવાઈ જવા છતાં નવું કર્મ બંધાય છે. તેથી તે વાસ્તવિક નિર્જરા નથી, ફક્ત રૂપાંતર છે.
૨. બુદ્ધિપૂર્વક : કર્મનો બુદ્ધિ-સમજપૂર્વક ક્ષય થવો. કર્મના ઉદય સમયે અશુભધ્યાન કે આર્તધ્યાન ન થતાં સમતા જેવા વિશિષ્ટ અધ્યવસાયથી નિર્જરા થાય છે. તેથી અશુભ કર્મોનો નાશ થઈ શુભ કર્મોનું ઉપાર્જન થાય છે. અથવા કર્મો જ મૂળમાંથી નાશ પામે છે. બુદ્ધિપૂર્વકની નિર્જરાનું વારંવાર ચિત્તન કરી મૂળમાંથી કર્મક્ષય થાય તેવી અનુપ્રેક્ષા કરવી.
૧૦. લોકાનુપ્રેક્ષા : લોક એટલે જગતનું સ્વરૂપ.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પાંચ અસ્તિકાયના પરસ્પર સહયોગથી આ જગતના સ્વરૂપની સ્વયં રચના છે. અર્થાત્ જીવ અને જડનો સમુદાય
૩૨૦ * તત્ત્વમીમાંસા
Jain Education International
—
For Private & Personal Use Only
www.jainelibrary.org