________________
ભરેલો હોય છે.
શરીર જાતે અશુચિમય છે, અશુચિમાંથી ઉત્પન્ન થયેલું છે, અશુચિ પદાર્થોથી પોષાયેલું છે. સ્વયં અશુચિનું સ્થાન છે. પૂરું શરીર અશુચિની પરંપરાનું સ્થાન છે. તેને પોષવા ગમે તેવા સુંદર પદાર્થો તેને આપો તે સર્વને આ કારખાનું ક્ષણમાત્રમાં અશુચિય કરી દે છે. જો કદાપિ ચામડી અંદર જાય અને સપ્તધાતુ બહાર આવે તો તારી પાસે તારી પ્રિય વ્યક્તિ પણ ઊભી રહેશે નહિ.
આ શરીરના રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા, શુક્ર (સ્ત્રીના શરીરમાં રજ) – આ સાત ધાતુ પૈકી એક પણ વસ્તુ સુખદમય દર્શનીય નથી. અશુચિ પદાર્થોનો એક કોથળો જોઈ લો. બહારમાં સ્નાનાદિ ક્રિયા કરવા છતાં આમાંનો એક પદાર્થ સુંદર બનતો નથી. આવા અશુચિમય શરીર પ્રત્યે મોહ કરીને જીવ પરંપરાગત શરીર ધારણ કરે છે. તેવા માનવશરીરમાં આત્મતત્ત્વ તદ્દન શુચિમય પદાર્થ છે. શરીરનું મમત્વ ઘટે એ પવિત્રતત્ત્વ પ્રગટ થાય છે. માટે આત્માની પવિત્રતાનું લક્ષ્ય કરી આ અશુચિમય પદાર્થથી મુક્તિ મેળવી લે. ૭. આસવાનુપ્રેક્ષા : આત્મપ્રદેશોમાં કર્મોનું આગમન.
અધ્યાય ડટ્ટામાં આસ્રવની વિશેષતા બતાવી છે, અનુપ્રેક્ષામાં તેના દુઃખદાયક પરિણામનો વિચાર કરી આમ્રવનો નિરોધ કરવા ચિંતન કરવું. આ જીવ સ્વભાવે વિષય કષાય રહિત છતાં મિથ્યાત્વાદિ કારણોથી કર્મથી પ્રસાય છે. કષાય અને યોગની શુભાશુભ પ્રવૃત્તિથી સંસારભાવનું સિંચન થઈ જન્મમરણની પરંપરા ચાલ્યા જ કરે છે. માટે જીવે આમ્રવનાં કારણોને જાણી તેનો વિરોધ કરવો. જેથી આત્મશક્તિ વડે આમ્રવનો નિરોધ થઈ જીવ સ્વસ્વરૂપને પ્રાપ્ત કરે. ૮. સંવરાનુપ્રેક્ષા : આવતાં કર્મોને રોકવાનું સાધન.
(અધ્યાય વ્હામાં સંવર-નિર્જરા વિસ્તારથી પ્રસ્તુત કરેલ છે.) અહીં સંવર તત્ત્વનું ઊંડું અધ્યયન કરવા અનુપ્રેક્ષા દર્શાવી છે. આસ્રવ દ્વારા આવતા દુર્ભાવને રોકવા, કષાયજનિત પરિણામને સમાવવા, વિષયજનિત
MAMAMWWWWWWWwwwwwww
અધ્યાય : ૮ • સૂત્ર : ૭ : ૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org