________________
છું અને એકલો જવાનો છું. માટે જીવનકાળ દરમ્યાન જ આ સર્વે સાંયોગિક વસ્તુની આસક્તિ છોડી, આત્મમાં સંતુષ્ટ થવું.
અન્યત્યાનુપ્રેક્ષા : આ સંસાર એક વડલા પર રહેતા પંખીના માળા જેવો છે રાત પડે સૌ ભેગા થાય, સવાર પડે સૌ ઊડી જાય, તેમ જીવો જન્મ લેતા સ્વજનો સાથે ભેગા થાય અને મરણ થતાં સૌ છૂટા થઈ જાય છે. વાસ્તવમાં આત્મા સ્વયં સર્વ પદાર્થોથી ભિન્ન છે. કોઈ પણ પદાર્થ પોતાનો બનાવી શકાતો નથી. અરે ! દેહ અને જીવ એક ક્ષેત્રે હોવા છતાં ભિન્ન ભિન્ન છે. એક ક્ષેત્ર હોવાથી સુખદુ:ખાદિ અનુભવ કરે છે તેથી અભિન્નતાનો ભાસ થાય છે. છતાં બંનેનાં લક્ષણો તદ્દન જુદાં હોવાથી દેહ જીવ સ્વભાવથી ભિન્ન છે, તે પણ અનુભવાય છે.
-
હે જીવ ! આ સંસારમાં તેં માનેલા તન, રૂપ, સ્ત્રી, પુત્ર, પરિવાર, બંધુ, ગિની, સ્વજન, ધન, ક્ષેત્ર, ઘર, વગેરે કોઈ પદાર્થ તારા આત્મામાં છે નહિ તે સર્વનો સાંયોગિક સંબંધ છે. તેની સાથેના ઋણાનુબંધ પૂરા થતાં એક સમય પણ તું તેને રાખી શકે તેમ નથી. દરેક જન્મમાં તે તે પદાર્થો બદલાતા રહે છે. અને મોહાંધ જીવ મારા મારા કરી દુ:ખ ભોગવે છે. માટે એવો મોહ ત્યજી આત્મભાવના દૃઢ કરવી કે જીવ સર્વ પદાર્થથી ભિન્ન છે. સર્વ દ્રવ્યોથી ભિન્ન છે, સર્વ ક્ષેત્રથી ભિન્ન છે, સર્વ કાળથી સ્વતંત્ર છે. વિભાવ પરિણતિથી મુક્ત એવો જ્ઞાતા-દ્રષ્ટા છે.
૫. અશુચિત્વાનુપ્રેક્ષા :
હે માનવ ! તને કહેવા જણાવાની જરૂર છે કે આ શરીર અશુચિ, મલિન પદાર્થોથી ભરેલું છે ? તું શું જાણતો નથી કે માતાપિતાના સંયોગથી લોહી અને શુક્ર જેવા મલિન પદાર્થો વડે શરીર ઉત્પન્ન થાય છે ? વળી ત્યાર પછી ગંદા પદાર્થોમાં પડી રહી, સપ્ત ધાતુવાળા શરીરરૂપે તું ઉત્પન્ન થાય છે. જગતમાં નારક સિવાય કે તે પછી અશુચિવાળા શરીર તરીકે તારો જન્મ નોંધાયો છે. પશુઓનાં મળમૂત્ર કરતાં પણ તારામાં અશુચિ વિશેષ છે. ક્યાંયથી એક ટુકડો કાપો તે કેવળ અશુચિથી
૩૧૮ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org