________________
સંભવ છે, તેનાથી ઉપયોગશુદ્ધિ થતું કર્મ નાશ પામે છે. બાર ભાવનાનું સ્વરૂપ
૧. અનિત્યાનુપ્રેક્ષા :
દેહ, ધન, ધાન્ય, સ્ત્રી, પુત્રાદિ કોઈ વસ્તુઓ નિત્ય નથી, ગમે ત્યારે તેનો વિયોગ થવા સંભવ છે.
લક્ષ્મી શુભના યોગે આવે અને અશુભના યોગે વીજળીના ઝબકારાની જેમ ચાલી જાય. તેથી તે ભાગ્ય પર પરાધીન છે.
-
માન – યશ વગેરે પણ અશુભનામકર્મનો ઉદય થાય તો વિદાય લે છે.
આયુષ્ય તો વળી ઘાસની અણી પર રહેલા ઝાકળના બિંદુ જેવું ક્ષણિક છે, ગમે ત્યારે પૂરું થઈ જાય છે.
આમ જીવનમાં જેને સુખનાં સાધન કહેવાય છે તે દરેક પરવસ્તુ પર આધારિત અને ક્ષણિક છે. તેનો ગમે ત્યારે વિયોગ થવાનો છે, માટે તેની અનિત્યતા વિચારી, તે તે પદાર્થોની આસક્તિ છોડી નિત્ય એવા આત્માની ભાવના કરવી. અનિત્ય વસ્તુની આસક્તિ નિત્ય એવા આત્મનું વિસ્મરણ કરાવે છે. અને તેથી જન્મ-મરણ પામતો આત્મા પર્યાય દૃષ્ટિએ અનિત્ય મનાય છે.
૨. અશરણાનુપ્રેક્ષા :
વિશ્વના જીવો મરણ આવે ત્યારે બાહ્ય ગમે તેવી સામગ્રી કે સંપત્તિ હોવા છતાં પણ અશરણ થઈ મરણને શરણ થાય છે. મોટા માંધાતાઓ પણ મરણ પાસે અશરણ રહ્યા છે, ચક્રવર્તીઓ પણ આયુષ્યને આધીન થઈ ગયા છે. જંતુથી માંડીને માનવ સર્વે જીવો આયુષ્યની કાચી દોરીથી બંધાયેલા છે, તે ગમે ત્યારે તૂટે ત્યારે જીવને નજીકના સગાંસંબંધી, ધન, સાધન, માનકીર્તિ બચાવી શકતા નથી. વળી તેવા પદાર્થોની આસક્તિ જીવને અંત સમયે પરિણામની અશુદ્ધિ કરે છે. માટે જેના શરણથી સમાધિમરણ પ્રાપ્ત થાય તેવા સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને દયારૂપ ધર્મનું અવલંબન લેવું, પણ તે કંઈ એકાએક મૃત્યુ સમયે મળે તેવું
૩૧૬ જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org