________________
બાહ્યતપ છે. બાહ્યતપ દ્વારા જીવમાં ભૂમિકા થાય છે. અત્યંતર તપ મન-ઉપયોગની શુદ્ધિ કરે તે ઉત્તમ તપ છે.
૮. ત્યાગ : પ્રમાદનું સેવન કરનારાં કારણોનો ત્યાગ કરવો. સાધનામાં બાધક પદાર્થોની મૂર્છાનો ત્યાગ કરવો. સંયમને ઉપકારી ઉપકરણો સિવાય અન્ય વસ્તુઓનો ત્યાગ કરવો.
૯. આચિન્ય : (નિષ્પરિગ્રહના ભાવ) સર્વથા બાહ્ય વસ્તુનો ત્યાગ કરી, દેહના મમત્વનો પણ ત્યાગ કરવો અને કેવળ દેહ સંયમ અર્થે છે તેમ વિચારવું તે ઉત્તમ આર્કિચન્ય છે.
૧૦. બ્રહ્મચર્ય : સર્વથા વિષયસેવનનો ત્યાગ. આત્મભાવમાં રમણતા તે બ્રહ્મચર્ય છે. સ્પર્માદિ સર્વ ઇન્દ્રિયોનો સંયમ તથા નવ વાડો-નિયમોથી રક્ષિત બ્રહ્મચર્ય ઉત્તમ છે. મોક્ષમાર્ગની આરાધનામાં બ્રહ્મચર્ય અત્યંત આવશ્યક ધર્મ છે. પ્રાણાંતે પણ મુનિઓ તેનું સેવન કરે છે.
अनित्याऽशरण-संसारैकत्वाऽन्यत्वाऽशुचित्वाऽऽ श्रव-संवर निर्जरा-लोकबोधिदुर्लभ-धर्मस्वाख्यात-तत्त्वानुचिन्तनमनुप्रेक्षाः અનિત્યાઽશરણ-સંસારૈકત્વાડન્યત્વાચિત્વાડડશ્રવ
સંવર-નિર્જરા
લોકબોધિદુર્લભ-ધર્મસ્વાખ્યાત-તત્ત્વાનુચિન્તનમનુપ્રેક્ષાઃ અનિત્ય-અશરણ-સંસાર-એકત્વ-અન્યત્વ-અશુચિત્વ
આશ્રવ-સંવર-નિર્જરાલોકબોધિદુર્લભ-ધર્મસ્વાખ્યાત-તત્ત્વ-અનુચિંતન અનુપ્રેક્ષાઃ ૯-૭
અનુપ્રેક્ષા : ઊંડુ ચિંતન કરવું.
બાર ભાવનાની અનુપ્રેક્ષા સંવરના ઉપાય તરીકે જણાવેલ છે કારણ
કે રાગાદિ વૃત્તિઓને અટકાવવા ઊંડું ચિંતન જરૂરી છે. અનિત્યાદિ ભાવનાઓ દ્વારા વિષયોનું ચિંતન થવાથી જીવનશુદ્ધિ, વિચારશુદ્ધિ થવાનો
અધ્યાય : ૯ • સૂત્ર : ૭ ૪ ૩૧૫
Jain Education International
6-2
For Private & Personal Use Only
6-2
www.jainelibrary.org