________________
- રાક
:
રાખે છે. નમ્રતા, સમ્યવિવેક એ ઉત્તમ માર્દવ ગુણ છે.
૩. આર્જવ (સરળતા) : અર્થાત્ માયા રહિત વ્યવહાર. મનથી સરળતા રાખવી. તે જ પ્રમાણે વચનમાં સરળતા રાખવી અને શરીર-દૃષ્ટિ વગેરેની ચેષ્ટામાં સરળતા રાખવી, જેમકે કોઈ દેખાવ કરવા કહે કે હું આ કામ કરીશ પણ પછી ચિંતવે કે, આપણે શું કરવા એવો શ્રમ લેવો અને પછી કારણ આપી પ્રમાદ સેવે, એટલે કહ્યું કે કરીશ. (વચનમાં દોષ) વિચારે કે કરવાથી શું ફાયદો ? (મન) શરીરથી પ્રમાદ કરે (કાયા). આમ મન વચન-કાયાની વિપરીત વર્તના એ કપટ છે. નિષ્કપટ ભાવ તે ઉત્તમ ગુણ છે.
સરળ જીવ દેખાવ ખાતર બોલે નહિ. બોલે તેવું કરે અને પ્રમાદ ન કરે. વળી સ્વ-પરહિત થાય તેવું કરે. માયા, કપટ, વક્રતા, છળ, પ્રપંચ જેવા દોષોનો અભાવ તે સરળતા.
૪. શૌચ (લોભનો અભાવ) : આ ગુણો આધ્યાત્મિક વિકાસના છે તેમાં અશૌચ, અશુભ, લોભ, તૃષ્ણા આસક્તિ જેવા દોષો બાધક છે, તેથી સાધકે મનોવૃત્તિને શુદ્ધ રાખવી. સંસારના ક્ષેત્રે લોભ ઘટાડવો અને ધર્મના ક્ષેત્રે પણ નિસ્પૃહભાવ રાખવો. એક પણ તૃણની અપેક્ષા ન રાખવી તે ઉત્તમ શૌચ છે, નિર્લોભતા છે. ,
૫. સત્ય : સ્વ-પરહિતકારી વચન બોલવાં, જરૂર પડે ત્યારે મિતવાણી ઉચ્ચારવી તે ઉત્તમ સત્ય છે. વ્યવહારમાં સત્યવચનનું પાલન કરવું તે સત્ય છે. અન્યને અપ્રિય વચન બોલવાથી અન્યોન્ય અહિત છે. સાધુ કે સાધક હંમેશાં મૌનને પ્રશંસે છે તે ઉત્તમ સત્ય છે.
ઇ. સંયમઃ સમ્ય પ્રકારે વ્રતાદિનું પાલન કરવું. અસત્ પ્રવૃત્તિનો ત્યાગ અને સત્ પ્રવૃત્તિનો આદર તે સંયમ છે. મન, વચન, કાયાના યોગનું સભાન પ્રવર્તન અને ઇચ્છા પર કાબૂ તે સંયમ છે. દેહનું મમત્વ ઘટાડી છકાયની જીવની રક્ષાનું પ્રવર્તન તે સંયમ છે.
૭. તપ ઃ ઇચ્છાનું શાંત થઈ જવું, તૃપ્ત થઈ જવું તે તપ છે. તેના બાર પ્રકાર અધ્યાત્મવિકાસ માટે છે. અત્યંતર તપની રક્ષા માટે
૩૧૪ જ તત્ત્વમીમાંસા
જનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org