________________
ધસ્યા કરે છે, અને કેટલાં વરસ સાચવીશ ?
(૪) ઐશ્વર્ય: સંપત્તિ આદિથી યશકીર્તિ મળે તેમાં જીવ ફુલાય છે. પણ ભાઈ ! આ ફૂલેલો ફુગ્ગો એક દિવસ ફૂટી જશે, ત્યારે કોઈ સામે પણ નહિ જુએ. માટે ઐશ્વર્યનો સદ્ ઉપયોગ કર.
(૫) તપ : ઓહો ! હું તો તપસ્વી છું. જોકે સામાન્ય રીતે તપસ્વીને તપનો અહંકાર હોતો નથી છતાં જ્ઞાનીજનો સૂક્ષ્મ રીતે ચાલતા અહંને અહીં જણાવે છે કે તપનો મદ કરવો નહિ પણ ઇચ્છાઓને શાંત કરવી તે તપ છે.
() જ્ઞાન : જ્ઞાનપ્રાપ્તિમાં સમ્યગુ વિવક આવે તો જ્ઞાન મુક્તિનું કારણ બને છે. ગુરુગમ વગર તત્ત્વનું જ્ઞાન જીવને એકાંત અર્થમાં લઈ જાય કે જ્ઞાનનો ગર્વ થઈ જાય છે.
(૭) લાભઃ ઈચ્છિત વસ્તુ મળ્યા જ કરે, પૂર્વ પુણ્યયોગે ધન-સામગ્રી ઇત્યાદિ મળ્યા કરે એટલે જીવને એમ થાય કે મારા જેવું કોઈ નથી. પણ ભાઈ ! ભલભલા સમ્રાટો એ સર્વ સામગ્રી મળવા છતાં મરણને જોઈને મૂંઝાયા અને એક દિવસ વિદાય થા માટે અહીં રોકાવા જેવું નથી. આત્મલાભની વૃદ્ધિ કરવા સજાગ રહેવું.
(૮) વીર્ય (શારીરિક શક્તિ) શારીરિક શક્તિ પર મદ કરવાથી જીવ મૂર્ખ ઠરે છે. કારણ કે આ શરીર તો એવું છે કે ગમે ત્યારે વણસીને ઊભું રહે, ગમે તેવા સારા પદાર્થો ખવરાવો પણ તે સર્વને મળમૂત્રરૂપે પરિણાવે. વળી મરણ આધીન આ દેહનો અહંકાર કરવાથી ફાયદો નથી.
લોભ જેમ પાપનો બાપ છે તેમ અહંકાર પણ સર્વ દોષોનું મૂળ છે. આ અભિમાનને કારણે જીવો પિતાપુત્રનો, ભાઈ-ભાઈનો, નાના-મોટાનો વિવેક ભૂલી જાય છે. એથી આ જન્મમાં અપયશ પામે છે, અને પરલોકમાં દશા ભૂંડી થાય છે.
અભિમાન હંમેશાં સ્વ-પ્રશંસા અને પરનિંદા દોષજનક છે. સત્યાસત્યનો વિવેક પણ નષ્ટ થાય છે. વિદ્યા-બુદ્ધિ નષ્ટ કે ભ્રષ્ટ થાય છે. “હું કંઈક છું” આવો અહંકાર સદૈવ જીવને આત્મલાભથી વંચિત
અધ્યાય : ૯ • સૂત્રઃ દ જ ૩૧૩
D
OO
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org