________________
થઈને તેના ઉપકારનો વિચાર કરી વિવેકપૂર્વક વર્તવું.
– તમારે મિત્રો પણ હશે. મિત્રો પ્રત્યે સાચી મૈત્રી રાખો. તેના
-
દરેક પ્રકારના સુખ કે ઉન્નતિમાં ખુશી થાવ. દુઃખમાં કોઈપણ ભોગે સહાય કરો. ક્યારેય તેનો અવર્ણવાદ ન બોલો. તે તમારી નિંદા કરે તો પણ તમે ઉદાર દિલે સહી લેજો.
-
· તમને ગુણીજનોનો સંપર્ક છે. ના હોય તો કરજો અને તેમના ગુણને ગ્રહણ કરજો. તેમના ગુણોની પ્રશંસા કરજો.
તમને સંત-સાધુજનોનો પરિચય છે ? ના હોય તો કરજો. જીવનને તેઓ પવિત્ર કરશે. તેમની સેવા કરજો. તેમની આજ્ઞામાં રહેજો. તેમની જરૂરિયાત ખૂબ ઉપકારભાવથી કરજો. તેમનો આદર સાચવજો. તમારી બુદ્ધિ ભેળવીને કંઈ ક્ષતિ જોશો નહિ. જુઓ તો વિવેક વાપરજો. તેમની પાસે આરાધનાનો માર્ગ મેળવજો.
– આખરી વિવેક છે; સર્વોત્કૃષ્ટ એવા પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવ, તેમની આજ્ઞાનું અવલંબન અને શરણમાં સમર્પણ. અનન્ય ભક્તિ વડે પરમાત્માનાં દર્શન-પૂજન અને વંદન કરવા. જેથી વિવેક સમ્યગ્ બને. આવો વિવેક પરંપરાએ મુક્તિનું કારણ બને છે. કારણ કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મસ્વરૂપની શ્રદ્ધા થાય છે. ત્યારે જીવને સ્વ-સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ જતાં સંસારનો ભાવ ક્ષીણ થાય છે. તેથી વિવેકને ધર્મનું મૂળ કહ્યું છે.
મદ અને માન એ કાર્ય છે, છતાં મદ થવાનાં નિમિત્તો શાસ્ત્રકારોએ બતાવ્યાં છે.
(૧) જાતિ : મારી જાતિ ઉચ્ચ છે, તેથી હું ઉચ્ચ છું. વાસ્તવમાં ગુણથી માનવજીવન ઉચ્ચ મનાય છે. (માતાનો વંશ)
(૨) કુળ : મારું કુળ ઉચ્ચ છે, મારા વડવાઓના વખતથી મારી ખાનદાની છે, ભાઈ ! ખાનદાની ગુણસંપન્નતામાં છે (પિતાનો વંશ).
(૩) રૂપ : હું અન્ય કરતા રૂપવાન છું. વળી વધુ રૂપાળા થવા શરીરને સજાવ્યા કરે. ભાઈ ! તારું રૂપ તો વૃદ્ધત્વ તરફ રાતદિવસ
૩૧૨ જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org