________________
(૪) પોતાનાં કરેલાં કર્મોનું પરિણામ છે તેમ વિચારવું
જ્યારે અન્ય તરફથી આક્રોશ કે ક્રોધનાં પરિણામ સહેવાં પડે ત્યારે વિચારવું કે નક્કી આ મારા પૂર્વે કરેલા કર્મનું પરિણામ છે. એ જીવ બીજા પ્રત્યે પ્રેમથી વર્તે છે અને મારા પ્રત્યે શા માટે ગુસ્સે થાય છે, અયોગ્ય વર્તન કરે છે, મને હેરાન કરે છે ? નક્કી, આમાં મારા જ કોઈ પૂર્વ કર્મનો દોષ છે. તે વ્યક્તિ તો માત્ર નિમિત્ત છે. આમ વિચારી ક્ષમાભાવ ધારણ કરવો.
(૫) ક્ષમાના ગુણો
લાભ ચિંતવવા
ક્ષમા ધારણ કરવાથી સંપૂર્ણ લાભ છે. માનસિક શાંતિ રહે. શારીરિક રોગો ન થાય. આધ્યાત્મિક વિકાસ થાય. ગુસ્સો કરવાથી નવા કર્મબંધ થાય તેનાથી બચી જવાય. જૂનાં કર્મોની નિર્જરા થાય. જનપ્રિયત્ન વૃદ્ધિ પામે છે. ક્ષમા ગુણમાં સમતા, શાંતિ, સદાચાર જેવા ગુણોનું સેવન થાય છે. જેમ વ્રતમાં અહિંસા મુખ્ય છે. તેમ ધર્મના લક્ષણમાં ક્ષમા ગુણ મુખ્ય છે. ક્ષમા ધારણ કરનાર મુનિઓ ઘોર પરિષહ છતાં શ્રેણિએ ચઢી મુક્તિ પામ્યા છે. માટે ક્ષમા ગુણને ચિંતવન કરી જીવનમાં ઉત્તમ ક્ષમા ધર્મનું આચરણ કરવું.
૨. માર્દવ : મૃદુતા, નમ્રતા, મદ માનનો નિગ્રહ મનુષ્યને મદ-માન થવાનાં ઘણાં ક્ષેત્રો મળી રહે છે. તેથી માર્દવને ઉત્તમ લક્ષણ કહ્યું છે. સાધુ કે ગૃહસ્થ માનપૂજામાં લોભાઈ જાય છે. તેવા માન થવાના ખાસ કરીને આઠ પ્રકારો છે તેનાથી સતત જાગ્રત રહી નમ્રતા અને મૃદુતાનું સેવન કરવું. વિવેકપૂર્વક જીવવું.
નોંધ : માર્દવ કે નમ્રતા કેવી રીતે અને ક્યાં રાખશો ?
--
―
તમારો સંબંધ નાના જીવો સાથે છે ત્યાં ભેદ રહિત વાત્સલ્ય જાળવો. તેમને વારંવાર દોષો ન બતાવો પણ પ્રેમથી સમજાવો.
Jain Education International
તમારો સંબંધ વડીલો સાથે છે. તેમની સેવા કરો. જરૂરિયાત પૂરી કરો. વિવેકથી વર્તો. તેમનાં નાનાંમોટાં કાર્યો કરવા તત્પર રહો. તેમના અને તમારામાં વિચારભેદ હોય તો પણ તેને ગૌણ કરી ઉદાર
અધ્યાય ઃ ૯ • સૂત્ર : ૬ ૪ ૩૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org