________________
.
..
.
પ્રકારે થાય છે તેમાં અહીં મુખ્ય પાંચ પદ્ધતિ દર્શાવી છે. (૧) પોતામાં ક્રોધનો અભાવ કે સદ્ભાવને જાણવો, તેનો વિચાર કરવો
બહારના સંયોગમાં કોઈ આપણને ગુસ્સાનું નિમિત્ત આપે. કટ કે કઠોર વચન બોલે, આપણા દોષો જુએ કે બોલે, ત્યારે વિચારવું કે ખરેખર તે કહે છે તેવા દોષો મારામાં છે ? જો દોષ જણાય છે તો અન્યની વાત સાચી માની દોષને દૂર કરવા પ્રયાસ કરવો. જો તેની વાત ખોટી હોય તો વિચારવું કે અન્ય વ્યક્તિ અજ્ઞાનવશ મારા નિમિત્તથી ગુસ્સો કરી કર્મબંધ કરે છે. માટે ક્ષમાને પાત્ર છે. આમ પોતામાં તે દોષનો ભાવ કે અભાવ ચિંતવી શાંત થવું. (૨) ક્રોધના અન્ય દોષોનો વિચાર કરવો
ગુસ્સે થનાર વ્યક્તિ સ્મૃતિભ્રંશથી કે આવેશથી ગાંડાની જેમ બોલે છે તે મૂર્ખ છે, આવેશમાં શત્રુતા બાંધે છે. અન્યને નુકસાન કરી અહિંસાનો લોપ કરે છે. •
વળી ક્રોધ સાથે લેષ, ક્લેશ કંકાસ, કજિયા, વિવેકનાશ જેવા દોષો ઉત્પન્ન થાય છે, તેના કારણે શરીર અને મન પર ખોટી અસરો ઊભી થાય છે. અને આધ્યાત્મિક વિકાસ રૂંધાય છે. માટે ક્ષમાધર્મ ઉત્તમ છે તે વિચારવું. (૩) બાલસ્વભાવ વિચારવો
અન્ય જીવો જ્યારે આપણી પાછળ નિંદા કરે, અપશબ્દ બોલે ત્યારે વિચારવું કે એ જીવ કેવળ બાળક જેવો નાદાન છે. વળી મારી સામે બોલતો નથી, ભલેને પાછળ બોલે, તેમાં મારું કંઈ બગડતું નથી. અને સામે બોલે તો માનવું કે કેવળ જીભ દ્વારા બોલે છે. મને મારતો નથી. અને મારે તો વિચારવું કે ક્રોધના આવેશ એવો છે કે જીવથી મારી નાંખે, પણ તે મારા પ્રાણ હરતો નથી તેટલું સારું છે. વળી મારા ઘર્મમાં વિઘ્ન કરતો નથી. આમ જે પરિસ્થિતિ હોય તેમાંથી કંઈ સારો ભાવ કેળવી ક્ષમા ધારણ કરવી અને મૂઢ માનવો પ્રત્યે અભાવ કેળવવો.
૩૧૦ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org