________________
શુદ્ધ બનાવે છે. તેમ પાંચ સમિતિ અને ત્રણ ગુમ વચનને સંયમને જન્મ આપે છે. તેનું રક્ષણ-પોષણ કરે છે. તેને શુદ્ધ બનાવે છે. ગુપ્તિ અને સમિતિ વિના સંયમ હોય નહિ, તથા સ્વીકારેલા સંયમનું રક્ષણ કે પોષણ ન થઈ શકે, આમ સમિતિ અને ગુપ્તિ સંયમની પ્રાપ્તિમાં તથા સ્વીકારેલા સંયમનાં રક્ષણ-પોષણમાં પ્રધાન કારણ હોવાથી સંયમની અષ્ટ પ્રવચન માતા છે. (પ્રવચન – અહીં વિશેષરૂપે છે)
૩. ઘર્મના ભેદો उत्तमः क्षमा-मार्दवाऽऽर्जव-शौच-सत्य-संयम
तपस्त्यागाऽऽकिञ्चन्य-ब्रह्मचर्याणि धर्मः ૯-૬ ઉત્તમ ક્ષમા-માર્દવાડડજૈવ-શૌચ-સત્ય-સંયમ
તપસ્યાગાડડકિંગન્ય બ્રહ્મચર્યાણિ ઘર્મક ઉત્તમ ક્ષમા-માર્દવ-આર્જવ-શૌચ-સત્ય-સંયમ
તપ: ત્યાગ-આકિંચન્ય બ્રહ્મચર્યાણિ ધર્મ ૯
ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચચ અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો યતિ ધર્મ છે.
જૈન દર્શન મુખ્યત્વે શ્રમણોપાસક માર્ગ છે, તેથી સાધુધર્મને લક્ષમાં રાખી ઉત્તમ શબ્દ વાપર્યો છે. સાધુ આ દસ ધર્મોનું યથાર્થ પાલન કરે છે. શ્રાવક-ગૃહસ્થ આંશિક પાલન કરી શકે છે. આથી સંવર ઘર્મમાં મુખ્યતા સાધુધર્મની છે. અથવા સમ્યગુ દર્શન પછીની વિશેષતારૂપે છે.
૧. ક્ષમા ઃ સહિષ્ણુતા, સહનશીલતા
શારીરિક કે માનસિક – બાહ્ય કે અંતરંગમાં પ્રતિકૂળતા થતાં ક્રોધને ઉત્પન્ન થવા ન દેવો, અને થાય તો તે શમાવી દેવો, જેથી પરિણામે પાપપ્રકૃતિનો બંધ ન થાય. ક્ષમા ધર્મની આરાધના
અધ્યાય : ૯ • સૂત્ર : ૬ ક. ૩૦૯
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org