________________
મન-વચન-કાયા એ ત્રણે યોગોનો સમ્યગ્ નિગ્રહ
એ ગુપ્તિ છે.
યોગો ત્રણ હોવાથી ગુપ્તિના ત્રણ ભેદ છે ઃ ૧. મનોગુપ્તિ, ૨. વચનગુપ્તિ અને ૩. કાયગુપ્તિ.
આ ત્રણ યોગનો સર્વ પ્રકારનો નિગ્રહ માત્ર ગુપ્તિ નથી. પરંતુ જે ગુપ્તિ સમ્યગ્-પ્રશસ્ત હોય તે સંવરરૂપ બને છે. યોગનો નિગ્રહ સમ્યગ્ જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યો હોય તો તે સમ્યગ્ છે. યોગને ઉન્માર્ગથી રોકવા અને સન્માર્ગે પ્રવર્તવા તે પ્રશસ્ત નિગ્રહ છે. ગુપ્તિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયરૂપ છે.
સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ શ્રદ્ધા-દર્શન રહિત થતો નિગ્રહ ક્લેશરૂપ અર્થાત્ આસ્રવનું કારણ બને છે.
કાયગુપ્તિ ઃ ઊઠવા-બેસવાની કોઈ પણ શારીરિક પ્રવૃત્તિમાં કે અનુષ્ઠાનોમાં વિવેકપૂર્વકનું નિયમન અને કાયોત્સર્ગ દ્વારા કાયાના વ્યાપારની નિવૃત્તિ તે કાયગુપ્તિ.
વચનગુપ્તિ : વચન વ્યક્ત કરવામાં નિયમન. વળી સ્વાધ્યાય, ઉપદેશ આદિમાં વચનની પ્રવૃત્તિ. વળી પ્રસંગોપાત્ત મૌન રહેવું તે વચનગુપ્તિ.
મનોગુપ્તિ : વ્યર્થ કે દુર્ધ્યાનરૂપ વિકલ્પોનો ત્યાગ કરવો અને શુભ સંકલ્પો અર્થાત્ ધર્મધ્યાન શુક્લ ધ્યાનરૂપ શુભધ્યાનમાં પ્રવત્ત થવું તે મનોગુપ્તિ.
૨. સમિતિના ભેદો
ईर्या भाषैषणाऽऽदान - निक्षेपोत्सर्गाः समितयः ઈર્યા-ભાયૈષણાડડદાન-નિક્ષેપોત્સર્ગા: સમિતયઃ ઈર્યા-ભાષા-એષણા-આદાન-નિક્ષેપ-ઉત્સર્ગા સમિતયઃ
ઈર્યા, ભાષા, એષણા, આદાન, નિક્ષેપ, ઉત્સર્ગ એ પાંચ સમિતિ છે.
અધ્યાય : ૯ • સૂત્ર : ૫ ૪ ૩૦૭
Jain Education International
For Private & Personal Use Only
૯-૫
૯-૫
૯૫
www.jainelibrary.org