________________
ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર વડે સંવર થાય છે.
સંવરનું કાર્ય આવતા કર્મને રોકવાનું છે. ઘરનાં બારીબારણાં ખુલ્લાં હોય ત્યારે ઊડતી ધૂળ ઘરમાં આવે છે. પરંતુ બારીબારણાં બંધ કરવાથી આવતી ધૂળ રોકાય છે, તેમ આસવ દ્વારા આવતાં કર્મોને રોકવાનું કાર્ય જે જીવની શક્તિથી થાય છે તે સંવર છે.
સંવર એટલે શું કરવાનું ?
ગુપ્તિ આદિ અનેક ભેદો દ્વારા થતી પ્રક્રિયા વડે આત્મશક્તિ વિકાસ પામે છે, તેથી સંવર થાય છે.
નિર્જરા કેવી રીતે ?
तपसा निर्जरा च
તપસા નિર્જરા ચ
તપસા નિર્જરા ચ
૯-૩
૯-૩
૯-૩
તપથી નિર્જરા અને સંવર બંને થાય છે.
ગુપ્તિ આદિથી સંવર થાય છે, ત્યારે સાથે નિર્જરા પણ થાય છે. પરંતુ તપથી અધિક નિર્જરા થાય છે. તેથી તપમાં નિર્જરાની પ્રધાનતા છે. સંવરમાં ગુપ્તિની પ્રધાનતા છે.
બાળતપ-લૌકિકતપ લૌકિક સુખની પ્રાપ્તિનું સાધન મનાય છે. તેમ છતાં તેનાથી કર્મો ક્ષીણ થવાથી આધ્યાત્મિક સુખનું કારણ પણ બને છે. તેથી તેના બે ભેદ છે.
અકામ નિર્જરા ઃ જે લૌકિક સુખ સુધી પહોંચાડે છે. સકામ નિર્જરા : આધ્યાત્મિક વિકાસ કરે છે.
૯-૪
૧. ગુપ્તિના ભેદો सम्यग्योगनिग्रहो गुप्तिः સમ્યગ્યોગનિગ્રહો ગુપ્તિઃ ૯-૪ સમ્યગ્-યોગ-નિગ્રહઃ ગુપ્તિઃ ૯-૪
૩૦૬ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org