________________
અધ્યાય નવો
સંવર તત્ત્વ
आश्रवनिरोधः संवरः
આશ્રવનિરોધઃ સંવરઃ
આશ્રવ-નિરોધઃ સંવરઃ
Jain Education International
આસવનો નિરોધ એ સંવર છે.
આસ્રવ એટલે જે નિમિત્ત વડે કર્મ આવે કે બંધાય તે આસ્રવ. તે આસવનો નિરોધ (પ્રતિબંધ) કરવો તે સંવર. આમ્રવના ૪૨ ભેદોમાંથી જેટલે અંશે તે નિરોધ થાય તેટલે અંશે સંવર. (રોકવું) પૂર્ણ નિરોધરૂપ સંવર ચૌદમા ગુણસ્થાનકે હોય છે. આધ્યાત્મિક વિકાસનો ક્રમ આમ્રવનિરોધ અર્થાત્ સંવરને આભારી છે. આસ્રનિરોધ વધતો જાય તેમ ગુણસ્થાનક ચઢતા જાય.
જેમકે આસવનો મુખ્ય અને પ્રથમ ભેદ મિથ્યાત્વ છે. મિથ્યાત્વનો નિરોધ થવાથી ચોથું ગુણસ્થાનક આવે. બીજો ભેદ અવિરતિ છે, તેના નિરોધથી દેશવિરતિ પાંચમું ગુણસ્થાનક આવે. તે ગુણસ્થાનનો સંવર કહેવાય. પૂર્વપૂર્વવર્તી આસ્રવોનો અભાવ એ જ ઉત્તરત્તરવર્તી ગુણસ્થાકનો સંવર છે.
સંવરના બે ભેદ છે : દેશસંવર અને સર્વસંવર,
દેશસંવર અમુક આસ્રવોનો સંવર તે ૪થી ૧૦ ગુણસ્થાનક સુધી અને સર્વ સંવર ચૌદમા ગુણસ્થાને હોય છે.
(આસ્રવનું વિસ્તૃત વર્ણન અધ્યાય છઠ્ઠામાં આપેલું છે.) સંવર કેવી રીતે થાય ?
૯-૨
સ ગુપ્તિ-સમિતિ-ધર્માનુપ્રેક્ષા-પરીષહય-ચારિત્ર: સ ગુપ્તિ-સમિતિ-ધમાઽનુપ્રેક્ષા પરીષહજય-ચારિત્ર: સઃ ગુપ્તિ-સમિતિ-ધર્મ-અનુપ્રેક્ષા-પરીષહજય-ચારિત્રૈઃ ૯-૨
૯-૨
અધ્યાય ઃ ૯
૯-૧
૯-૧
૯-૧
•
સૂત્ર : ૧-૨ ૪ ૩૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org