________________
આત્માને કર્મોએ બાંધ્યો નથી. પણ પોતાના જ દોષે પોતાના વિકારીપણાથી આત્મા બંધાયો છે.
આત્મા જો પોતાના યથાર્થ જ્ઞાનદર્શન ત્યજી ન દે તો, જ્ઞાનાવરણાદિકર્મ બંધાતા નથી. જ્યારે આત્મા પોતે પોતાના જ્ઞાનાદિ ભાવનો ઘાત કરે છે ત્યારે જે કર્મનો ઉદય કારણભૂત બને છે તે જ્ઞાનાવરણાદિ કર્મ છે. પોતાના સ્વરૂપને ભૂલીને અન્યને પોતાના માનીને મુંઝાય ત્યારે જે કર્મનો ઉદય થાય તે મોહનીય કર્મ છે. આ પ્રમાણે દરેક કર્મ માટે સમજવું.
ક્રોધ, માન, માયા અને લોભ એ સ્થૂલ શબ્દ સંકેત છે, એટલા માત્રથી જીવ દુર્ગતિ પામે છે, તેવું નથી. વાસ્તવમાં મિથ્યાત્વના વિકારથી જે પરિણામ થાય તે અનંતાનુબંધી છે. એ વિકારી પરિણામનું સ્વરૂપ આ પ્રમાણે છે.
આત્માના સ્વરૂપ પ્રત્યે અનાદર થવો તે અનંતાનુબંધી ક્રોધ છે.
પરપદાર્થના પરિણમન પોતે કરી શકે તેવો હુંકાર-અભિમાન તે અનંતાનુબંધી માન છે.
વિકાર જનિત ભાવ વડે આત્માને ટાળવો, ઠગવો તે અનંતાનુબંધી માયા છે.
શુભયોગમાં મળતા પુણ્યપ્રલોભનોમાં અટકી જવું તે અનંતાનુબંધી લોભ છે.
જીવ આ પ્રમાણે સૂક્ષ્મ વિચારથી ઉંડો ઊતરે તો તેને તત્ત્વનું વાસ્તવિક ભાન થાય, ક્રોધ સામે ક્ષમા રાખવી તે મનોયોગ છે, એ પ્રમાણે યોગ આસ્રવ છે. પરંતુ આત્માના આદરરૂપ સમતામાં રહેવું તે સ્વ-પરિણતિ છે તેનાથી મોક્ષ છે.
બંધ તત્ત્વને વિસ્તારથી જણાવવાનો હેતુ માત્ર બંધનું ભયાનક સ્વરૂપ જાણી તેનાથી છૂટવું, છૂટવાનો જીવમાં ભણકાર થાય. પછી કેવી રીતે છૂટવું તેનો ઉપાય શોધે. ગ્રંથકાર પણ હવે તે ઉપાયને નવમા અધ્યાયમાં જણાવશે.
-
- -
-
- -
-
૩૦૪ જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org