________________
WWWWWWWWWWW
પુત્ર ક મિત્ર આદિનો સંયોગ થાય છે, ત્યારે જીવ તેને ખરેખર પોતાના માને છે. વળી આ જન્મના તે તે સંબંધો છૂટી જાય ત્યારે દુઃખ પામે છે. જેમ સ્વપ્નમાં જોયેલી વસ્તુને પોતાની માને છે અને ખુશી થાય છે. સ્વપ્નમાં પોતાની વસ્તુને લઈ જતાં જોઈ દુઃખી થાય છે, તેમ જાગૃત અવસ્થામાં પણ પરવસ્તુના મમત્વથી સુખી દુઃખી થાય છે. પણ એ સંયોગિક સંબંધ છે, તેમ તેની સમજમાં આવતું નથી. આવો મિથ્યાભાવ જીવ જ્યાં જે જે યોનિમાં કે સ્થાનોમાં જન્મ્યો ત્યાં કરતો જ આવ્યો છે. અટક્યો નથી.
પોતે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનાદિ ગુણો પોતાના છે, તે હજી તેના કળવામાં આવ્યું નથી. પુદ્ગલ વર્ણાદિથી પોતે કાળો ધોળો માને છે, સ્પર્ધાદિમાં સુખ માને છે, પુદ્ગલના લક્ષણો સાથે એકમેક થઈ જાય છે. શરીરના બદલાવાથી પોતે બદલાયો માને છે. દરેક પદાર્થનું સ્વતંત્ર પરિણમન છે તે હજી તેની સમજમાં આવ્યું નથી. તેથી ચેતન એવા આત્માને દેહથી ભિન્ન છે તેવું શ્રદ્ધાન થતું નથી.
પોતે સ્વભાવે જ્ઞાતા દ્રષ્ટા હોવા છતાં ઇન્દ્રિયજ્ઞાનમાં જ રોકાયો છે. મૂર્ત એવા શરીરને જોઈને તેમાં આત્મવૃદ્ધિ કરે છે. અરે! ઘણાને વિદાય થતાં જોઈને પણ નિર્ણય પર આવતો નથી કે પોતે શરીરથી જુદો છે, અમૂર્ત છે, જેનો અનુભવ શુદ્ધ ઉપયોગમાં જ થઈ શકે છે. શરીરને ઘસી ઘસીને સુધારે છે, વળી અનુષ્ઠાન દ્વારા યોગને કંઈક સુધારે છે અને ઉપયોગને તો જ નથી. ઉપયોગ એ જ આત્મા છે. વર્તમાનની અવસ્થા અશુધ્ધ હોવાથી ઉપયોગમાં આત્મા અનુભૂત થતો નથી.
આ પ્રમાણે આત્મા અનાદિથી કષાયજનિત પરિણામોથી અશુદ્ધતા પામ્યો છે. છતાં તે સ્વભાવગત નથી, ફક્ત સમયે સમયે વિકારજનિત ઉદયના પરિણામવાળો છે. છતાં જેમ જળ અગ્નિના સંયોગે ઉષ્ણતા પામે છે. અને અગ્નિ દૂર કરતા જળ સ્વાભાવિક શીતળતાને પામે છે. તેમ આત્મપરિણામનો વિકાસ થતા કર્મનો સંબંધ ટળે છે. સર્વથા કર્મનો સંબંધ નષ્ટ થતાં આત્મા સ્વાભાવિક શુદ્ધપણે પ્રગટ થાય છે, વાસ્તવમાં
ભજવવાના નાના નાના નાના નાના ભાવમાગonબનજામા
અધ્યાય : ૮• તત્ત્વદોહન જ ૩૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org