________________
શરીરમાં આત્મબુદ્ધિ કરીને ચારે ગતિમાં તે ક્યાંય સુખ પામતો નથી. તેમાંય મોહનીય કર્મનો નચાવ્યો નટની જેમ નાચ્યા કરે છે. ચારે ગતિમાં ભમ્યા કરે છ, ચૌદરાજલોકમાં દડાની જેમ ઉછળ્યા કરે છે. તેમાં વળી માનવજન્મ મળે ત્યારે ઇન્દ્રિયવશ, કષાયને આધીન, પ્રમાદને પરાધીન રહી નહિ કરવાના પાપાદિ કાર્યો આચરે છે, અને જન્મ વ્યર્થ ગુમાવે છે.
આઠમા અધ્યાયમાં જણાવેલી કર્મની પ્રકૃતિ આદિ, તેનો પરિપાક આત્માને મુંઝવી દેછે. ક્યાંય કર્મભૂમિ ક્ષેત્રોમાં ધર્મઆરાધનનો યોગ મળે ત્યારે બળવીર્યની હિનતાથી પાછો પડે છે. શુભયોગ દ્વારા મળેલા સુખોમાં અટકી જાય છે. અને તે સુખના બદલામાં દુ:ખ ભોગવે છે.
ગ્રંથકારે આ અધ્યાયમાં પ્રથમ સૂત્રમાં જીવને ચેતવી દીધો છે. પ્રથમ સૂત્રનો પ્રથમ શબ્દ મિથ્યાદર્શન જ સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે. પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્રનો શબ્દ છે, સમ્યગ્દર્શન તે મુક્તિનું કારણ છે. જો જીવને મુક્તિ ખપતી નથી તો તેને માથે સંસારનું કારમું બંધન લદાયેલું છે. આથી એમ સમજાય છે કે અવિરતિ આદિના ઉપાય કરવા કરતાં પણ પ્રથમ ઉપાય મિથ્યાદર્શનને દૂર કરવાનો છે. મૂળ છેદાયું કે વૃક્ષ ધરાશયી થવાનું છે. અથવા નૃપતિની હાર થતાં પૂરું રાજ્ય હાર પામે છે. મિથ્યાત્વ ગયું કે આત્માનું સામર્થ્ય પ્રગટ થાય છે.
આથી આશ્રવના કારણોને ટાળવાનો ક્રમ પણ આત્માના યથાયોગ્ય વિકાસક્રમને અનુસરે છે. જે તે ગુણસ્થાનકો સાથે સંબંધ ધરાવે છે. તેનું ઉલ્લંઘન થઈ શકતું નથી. કે પહેલા વિરતિ કે પહેલા કષાયજય અને પછી મિથ્યાત્વ ટાળવું. જો એમ થાય તો કદાચ વ્રતાદિ કરતો રહે અને પેલું મિથ્યા દર્શન તો એવુંને એવું પેટીપેક ચાલ્યું આવે છે, તે તો યથાવત્ રહે. ત્યારે ઘાંચીના બળદ જેવી દશા થાય. માટે પ્રથમ મિથ્યાદર્શનને ટાળવું તે કર્તવ્ય છે.
પૂર્વે સેવેલા અજ્ઞાનજનિત મિથ્યાભાવોથી જન્મ સાથે માનવને પિતા
૩૦૨ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org