________________
મોહનીય આયુષ્ય નામકર્મ ગોત્રની અંતરાય
૮૧
ADDOOS
અર્થાત્ ઘાતકર્મની તમામ પ્રકૃતિઓ પાપમૂલક છે. જે આત્મવિકાસને બાધક છે, અઘાતી કર્મ શુભાશુભ રૂપે પરિણમે છે. જો કે કોઈપણ કર્મપ્રકૃતિ જીવને સાધક નથી પણ બાધક છે. છતાં પુણ્ય પ્રકૃતિનો સુખ આપવાનો ઉપકાર હોવાથી તેને પુણ્યરૂપે શુભ માની છે.
[ તત્ત્વદોહન છે અધ્યાય આઠ વાસ્તવમાં સાતમા તત્ત્વના આશ્રવતત્ત્વનો વિસ્તાર છે. મિથ્યાત્વાદિ-વૈભાવિક પરિણામનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગણાને આત્માની સરહદમાં પ્રવેશ કરવાના છિદ્રો મળે છે. એકવાર કાર્પણ વર્ગણાનો પ્રવેશ થયો કે તે વર્ગણાઓ સક્રિય થઈને આત્મપ્રદેશો સાથે ચોંટી જ પડે છે. અને તે જ આત્માને સંસારમાં બંધાઈ રહેવાનો મહા અનર્થ છે. કર્મબંધનો ભરડો જબરજસ્ત થયા પછી અત્યંત સામર્થ્યવાન એવો આત્મા જેમ મોટા માંધાતાઓ પણ કાળની ફાળ પાસે રાંક બની જાય છે તેમ આત્મા વિવશ બને છે. - આઠમા અધ્યાયમાં બંધના વિવિધ કારણો દર્શાવીને આત્માને કેવા વિવિધ પ્રકારથી જકડાઈ જવું પડે છે, તે સમજાય છે. કર્મ જડ હોવા છતાં આત્મા પ્રદેશો પર અધિકાર જમાવીને પોતે જ ચેતન છે તેવો ભ્રમ પેદા કરે છે. જેમકે શરીર એજ “હું અને તેના સુખે સુખી, તેના દુઃખે દુઃખી, એવી પરવશતામાં આત્માને એ પણ ભાન રહેતું નથી કે પોતે ચેતન છે, અને શરીર લક્ષણ અને પ્રકૃતિથી જડ છે. ચેતનના સંયોગથી માત્ર તે સજીવ કહેવાય છે, તેનું વિસ્મરણ થાય છે.
અધ્યાય : ૮• તત્ત્વદોહન જ ૩૦૧
વાવવા જવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.