________________
અનાદિકાળના સંસારપ્રવાહમાં અનેક પ્રકારનાં દુ:ખોને સહન કરતા ભવ્યજીવમાં અપૂર્વ પરિણામની શુદ્ધિ થાય છે, ત્યારે રાગદ્વેષની તીવ્રતા ઘટી જાય છે, આવો આધ્યાત્મિક વિકાસ તે સમ્યક્ત્વ છે. સમ્યગ્દર્શન અથવા સમ્યક્ત્વના ભેદો પાંચ છે.
૧. ઔપમિક, ૨. ક્ષાયિક, ૩. ક્ષાયોપમિક, ૪. વૈદક,
૫. સાસ્વાદન.
જીવને સૌ પ્રથમ મિથ્યાત્વ દૂર થઈ ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે.
ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિનો ક્રમ
કોઈપણ જીવ નિગોદથી માંડીને ચારે ગતિની સંસારની યાત્રામાં ક્યારેક સુખ અને મુખ્યતયા દુઃખને અનુભવતો અથડાતો કૂટાતો યોગાનુયોગ કર્મનો ભાર હળવો થવાથી, તે જીવની તેની યોગ્યતા થાય છે. તેને તથાભવ્યત્વ પરિપાક કહે છે.
યથાપ્રવૃત્તકરણ
વળી આવા યોગાનુયોગને નદીઘોલપાષાણન્યાય કહે છે. અર્થાત્ નદીનો પથ્થર પ્રવાહાદિમાં આમતેમ અથડાઈને ગોળ બને છે. તેમ જીવના કોઈ પ્રયત્ન વિના વિશિષ્ટ શુભ અધ્યવસાય વડે જીવના આયુષ્ય સિવાયની સાત કર્મની સ્થિતિ અંતઃ કોડાકોડિ સાગરોપમની થાય છે. અનંતા કાળચક્ર કે પુદ્ગલ-પરાવર્તી થઈ ચૂક્યા પછી આ સ્થિતિ દીર્ઘકાલીન હોવા છતાં અલ્પ છે.
સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનની અદ્ભુતતા આપણને આવાં વિધાનોથી સમજાય છે. જીવના પરિણામરૂપ ઔપશમિક સમ્યક્ત્વમાં ઉત્તરોત્તર શુદ્ધિના ત્રણ કરણ – અધ્યવસાયનો ક્રમ બને છે. ૧. અપૂર્વકરણ, ૨. અનિવૃત્તિકરણ, ૩. અંતરકરણ
-
જે અનિવૃત્તિનું કાર્ય છે.
જેમ કોઈ ગંતવ્યસ્થાને પહોંચતા જીવને વચમાં અન્ય સ્થાનો આવે તેમ ઔપશમિક સમ્યક્ત્વસ્થાને પહોંચતા જીવના આ અધ્યવસાય સ્થાનો છે. મિથ્યાત્વરૂપી રાગદ્વેષની દુર્ભેદ્ય નિબિડ-કઠણ ગાંઠને ભેદવાનો,
સૂત્રઃ ૩૭
Jain Education International
―
અધ્યાય : ૧
·
For Private & Personal Use Only
www.jainelibrary.org