________________
અરજી
પર
કરવા
મ
ત om wwwwwwwwwww
વિશ્રામ જણાતો ન હોવાથી સંસારની પ્રવૃત્તિ પ્રત્યે તેની રુચિ ઘટતી જાય છે, પછી તે સાધકને માત્ર અભિલાષ તો રહે છે પણ તે મુક્ત થવાની હોય છે. અને મુક્તિના અભિલાષી જીવના વિષયો-કષાયો શાંત થઈ જાય છે. અર્થાત વિષયો-કષાયો શાંત થતા, અન્ય ઇચ્છાઓ સમાઈ જાય. માત્ર મુક્તિની ભાવના દૃઢ થાય છે, જેથી સાંસારિક પ્રવૃત્તિમાં રસ રહેતો નથી. तन्निसर्गादधिगमाद्वा
૧-૩ તન્નિસર્ગાદધિગમાદ્વા
૧-૩ તનિસર્ગા અધિગમાદ્ વા ૧-૩
સમ્યગુદર્શનની ઉત્પત્તિના પ્રકારો : નિસર્ગ તથા અધિગમ એ બે હેતુથી સમ્યગદર્શન ગુણ પ્રગટ થાય છે. નિસર્ગઃ (સ્વાભાવિક) બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક. સ્વયં પરિણામમાત્રથી.
અધિગમ = (નિમિત્તથી) ગુરુ ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તથી.
નિસર્ગ એટલે સ્વાભાવિક રીતે, જેમ કોઈ બાળકને બાળવયથી સંગીત, ચિત્ર કે શિલ્પકળાની શક્તિ હોય છે. વળી તેને વધુ સામગ્રી મળવાથી તે વૃદ્ધિ પામે છે. તેમ કોઈ તથાભવ્યત્વવાળા જીવને પૂર્વના આરાધનના બળે આ જન્મે સ્વાભાવિક રીતે જ અંતરંગ પરિણામની શુદ્ધિ થતાં સમ્યગદર્શન પ્રગટે છે.
અધિગમ : વળી કેટલાક જીવને બાહ્ય નિમિત્તમાં ઉપદેશાદિ દ્વારા શુભ આત્મપરિણામ થવાથી સમ્યગદર્શન ગુણ પ્રગટે છે.
અર્થાત્ બાહ્ય નિમિત્ત વિના પણ આરાધક જીવને તથાભવ્યત્વરૂપ જીવને અંતરંગ શુદ્ધ પરિણામથી સમ્યગ્ગદર્શનગુણ પ્રગટે. પણ અંતરંગ શુદ્ધ પરિણામ વગર બાહ્યનિમિત્ત હોવા છતાં જીવને સમ્યગદર્શનગુણ પ્રગટે નહિ. આમ સમ્યગુદર્શનનું મુખ્ય કારણ અંતરંગ આત્માનાં શુભ પરિણામ છે, અથવા નિર્મળ પરિણામ છે.
દર તત્ત્વમીમાંસા
RAMANM
AR
અનાજ કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org