________________
હસાવતા
જ
રાગાદિ ભાવો શાંત થતા જાય છે, તે પૌદ્ગલિક સુખો પાછળ તીવ્રતાથી દોડતો નથી તે જીવ માર્ગાનુસાર કહેવાય છે.
દોષની હાનિ અને ગુણવૃદ્ધિને કારણે જીવની આત્મશક્તિ જાગ્રત થાય છે. એટલે કર્મોનું જોર ઘટે છે, તેથી અધ્યવસાયની શુદ્ધિ થાય છે. આ શુદ્ધિ તેના મુખ્ય સમ્યકત્વનું કારણ છે.
સમ્યકત્વ ભવિ જીવ જ પ્રાપ્ત કરે છે, ત્યારે ગતિમાં તેનો યોગ સંભવ છે.
આ સમ્યકત્વ પ્રગટ થતાં જેમ સૂર્ય ઊગવાના ચિહ્ન જણાય છે તેમ જીવમાં તેવા ચિતોનો-ગુણોનો પ્રારંભ થાય છે. એટલે સમ્યકત્વ હોય તેનામાં આ ગુણો હોય, આ ગુણો આસ્તિષ્પ વગરના હોય તો સમ્યકત્વ હોય નહિ..
સમ્યકત્વ – સમ્યગ્રદર્શનનાં પાંચ લક્ષણો : શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય.
જીવના વિકાસમાં આ ગુણો પશ્ચાનુપૂર્વી હોય છે, તે આ પ્રમાણે – આસ્તિક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ, (પ્રશમ) શમ
શમ : કષાયોનું શાંત થવું. ક્રોધાદિ વૃત્તિને પાછી વાળી શકાય. સંવેગ : મુખ્યત્વે મોક્ષ પ્રત્યે રાગ, અભિલાષા. નિર્વેદઃ સંસારસુખ કે પ્રવૃત્તિ પ્રત્યે ઉદ્વેગ-અરુચિ. અનુકંપા : નિષ્કામભાવે જીવો પ્રત્યે કરુણા. આસ્તિક્ય : શ્રદ્ધા, વીતરાગના વચનમાં દૃઢ શ્રદ્ધા.
નોંધ : આ લક્ષણો દ્વારા પરમાર્થમાર્ગી સાધકે સ્વનું અવલોકન કરવું. જેથી પોતે સમ્યકત્વ સન્મુખ છે કે કેમ તેની કસોટી થાય. વળી આ લક્ષણો સાધકમાં પડ્યાનુપૂર્વી પરિણામ પામે છે. પ્રથમ તેને વીતરાગના વચનમાં, સતદેવાદિમાં અને જીવાદિ તત્ત્વોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જેના પરિણામે તેને જગતના જીવમાત્રમાં મૈત્રી આદિ ભાવ, સમભાવ કે અનુકંપા રહે છે. સંસારી જીવોને અનેક પ્રકારે પીડા પામતા જોઈને તથા ક્યાંય
| અધ્યાય : ૧ • સૂત્ર : ૨ ૪ ૫
જા
wwwwwwwwwwwwww
Donnonmonoxwomwa
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org