________________
આe
કરી પછી ત્યાજ્ય છે. સર્વશદેવાદિનો યોગ, તેવા દ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવ ઉપકારી પુણ્યના પ્રકારો છે. અર્થાત્ પુણ્યને એકાંતે હેય કે ઉપાદેય ન માનતાં વિવેક જરૂરી છે. શેયમાં શ્રદ્ધા અને જ્ઞાનનો સમાવેશ છે. ઉપાદેયમાં અસતથી મુક્ત થવાનો વિવેક છે. સતને આદરવાનો હેતુ છે. હેયમાં અસથી મુક્ત થવાનો હેતુ છે. तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्
૧-૨ તત્ત્વાર્થશ્રદ્ધાને સમ્યગ્દર્શનમ્ ૧-૨ તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગુ-દર્શનમ્ * ૧-૨
તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગુદર્શન છે. અથવા યથાર્થપણે પદાર્થોની નિર્ણયાત્મક રુચિ તે સમ્યગદર્શન છે. તત્ત્વ = વસ્તુનું સ્વરૂપ
જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે ભાવસ્વરૂપ છતાં પરપદાર્થોના નિમિત્તવાળું હોવાથી વ્યવહાર પ્રધાન સમ્યગદર્શન – સમ્યક્ત્વ છે. જે મુખ્ય-નિશ્ચય સમ્યકત્વનું કારણ માનવામાં આવ્યું છે.
મુખ્ય સમ્યકત્વ: મિથ્યાત્વ મોહનીયના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રગટ થયેલા આત્માનાં શુદ્ધ પરિણામ એ મુખ્ય સમ્યકત્વ છે, પરિણામની શુદ્ધિ માટે બાહ્ય આલંબનરૂપ સર્વજ્ઞદેવ, નિગ્રંથગુરુ અને દયારૂપ ધર્મ છે, તથા સર્વજ્ઞ કથિત જીવાદિના યથાર્થ સ્વરૂપની શ્રદ્ધા અને બોધ છે. તેથી તેને સમ્યક્ત્વ કહે છે. સમ્યકત્વપ્રાપ્તિની ભૂમિકા :
અનાદિકાળના પરિભ્રમણમાં જીવ યોગાનુયોગ કર્મની તીવ્રતાની વૃદ્ધિ કરે છે, અને હાનિ પણ કરે છે. જ્યારે તેનાં કર્મોનો ભાર ઘટે છે, ત્યારે જીવમાં પ્રથમ તો ગુણોની વૃદ્ધિ થાય છે, તે ગુણો દેખાવમાત્ર નથી હોતા પણ તેના આચરણમાં પ્રગટ થાય છે. જે ગુણો તેને ઉત્તરોઉત્તર પરમાર્થમાર્ગમાં લઈ જાય છે. તે જીવમાં કષાયવિષયોનું જોર ઘટે છે,
૪ ૪ તત્ત્વમીમાંસા
AMMAMMA
MAANDAMAMAMM
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org