________________
કર્મબંધનો કોઈ પ્રકાર ગમે તેવો શુભ હોય તોપણ તે આશ્રવ છે. તે અશુભથી દૂર થવાના નિમિત્ત રૂપ છે, તે ધર્મમાર્ગમાં કથંચિત યોગ કરાવી શકે છતાં શુભાશ્રવ બંધનું કારણ તથા કર્મોદય જનિત હોવાથી હેય છે. મોક્ષ વર્તમાનમાં સંસારીજીવો માટે અપ્રગટ છતાં તે જીવનું મૂળસ્વરૂપ છે તેથી મારે સાધ્ય છે. આવો બોધ પરિણમવો તે જ્ઞાન છે. નય અને પ્રમાણથી થનારું જીવાદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન તે સમ્યગજ્ઞાન છે.
સમ્યચારિત્ર : આત્માના રાગાદિ ભાવ રહિત શુદ્ધ પરિણામ તે ચારિત્ર છે. સંસારી જીવને અનાદિથી રાગાદિભાવની મલિનતા લાગેલી છે. તેને નષ્ટ કરવા જે સત્પ્રવૃત્તિ-ક્રિયાનું આચરણ અને અસત્આક્રિયાનો ત્યાગ તે સમ્યગ્ ચારિત્ર છે.
ચારિત્રધર્મ બે પ્રકારે છે સાધુધર્મ અને શ્રાવકધર્મ. સાધુધર્મનું ચારિત્ર સમિતિ-ગુપ્તિયુક્ત તથા દશ યતિધર્મયુક્ત અનેક પ્રકારે છે. તથા શ્રાવક ધર્મ બાર પ્રકારના વ્રતાદિ અને દાનાદિ ધર્મયુક્ત છે. આ સર્વ બાહ્યાચરણ અંતરંગની શુદ્ધિ માટે છે.
મોક્ષ ઃ સર્વથા કર્મોનો, કે બંધના કારણોનો અભાવ થવાથી કે આત્માનું શુદ્ધ સ્વભાવે, પૂર્ણ જ્ઞાન અને વીતરાગ ભાવનું પ્રગટવું તે મોક્ષ છે. સંક્ષેપમાં જીવાજીવાદિ નવતત્ત્વમાં જ્ઞેય, ઉપાદેય અને હેયનો યથાર્થપણે વિવેક તે સમ્યગદર્શન સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રનું સ્વરૂપ છે,
શેય: જાણવા જેÇા, જીવ અને અજીવ.
ઉપાદેયઃ ઉપાસવા કે આદર કરવા યોગ્ય, જીવ, સંવર, નિર્જરા,
મોક્ષ..
હેયઃ ત્યાગવા યોગ્ય, પુણ્ય, (શુભાસવ) પાપ, આશ્રવ, બંધ. નોંધ : જે પુણ્ય પાપને અનુસરે, પાપનો બંધ કરાવે તે એકાંતે હેય છે, જેમકે પોલિક સુખ મળે તેવા ભાવ અને બાહ્ય સામગ્રી. જે પુણ્ય સંસારથી વિમુખ થવામાં સહાયક છે, તેનો પ્રારંભમાં સ્વીકાર
અધ્યાય : ૧
સૂત્ર : ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org