________________
દૃષ્ટિ, વિશ્વાસ કે શ્રદ્ધા.
નેત્રરૂપ દૃષ્ટિ તો પૌદ્ગલિક પદાર્થનાં વર્ણાદિ લક્ષણો કે વિષયો જણાવે છે, અહીં દૃષ્ટિ કે દર્શનનો અર્થ શ્રદ્ધા છે. તે શ્રદ્ધાયુક્ત દૃષ્ટિનો આધાર સર્વજ્ઞ પ્રણિત જીવાજીવાદિ તત્ત્વોના યથાર્થ સ્વરૂપની શ્રદ્ધા. વળી આપ્તપુરુષોના વચનમાં દૃઢ શ્રદ્ધા.
-
જેમકે જીવને – આત્માને આત્મસ્વરૂપે તેના અનંતગુણોમાં અને મોક્ષરૂપ સ્વરૂપમાં, તથા સ્વાધીન સુખમાં શ્રદ્ધા રાખવી.
આપ્તપુરુષના વચન છે કે મિથ્યાત્વાદિ આશ્રવનો ત્યાગ કરો અને સંવરને આરાધો, દાનાધિ ધર્મને આચરો, અધર્મનો ત્યાગ કરો. આવા વચનમાં સ્ત્રીઆદિના વચનથી વિશેષ એવી દૃઢ શ્રદ્ધા.
સમ્યગ્દર્શનનાં અન્ય નામો છે. સમ્યક્ત્વ, બોધિબીજ.
અજીવતત્ત્વના સ્વરૂપને યથાર્થપણે જાણે અને તે પ્રમાણે શ્રદ્ધા કરે. કે દેહાદ અજીવ અર્થાત્ જડ પદાર્થો છે. તે વિનાશી ક્ષણિક, પરાધીન પદાર્થો છે. તે સ્વયં સુખનો અનુભવ કરી શકતા નથી, અને અન્યને સુખ આપી શકતા નથી. વળી ક્ષણે ક્ષણે પરિવર્તન પામનારા વિનાશી છે. એમ શ્રદ્ધા કરી તે પ્રત્યેના મમત્વનો ત્યાગ કરે તે શ્રદ્ધા-દર્શન છે.
તે પ્રમાણે પુણ્ય-પાપ દરેક તત્ત્વને જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે પ્રતીતિ-શ્રદ્ધા કરે તે સમ્યગ્દૃષ્ટિ છે. અર્થાત્ જે આત્મશક્તિથી સત્યની પ્રતીતિ થાય, જેનાથી હેય, શેય અને ઉપાદેયપણે તત્ત્વોનો વિવેક થઈ રુચિ થાય.
સમ્યગજ્ઞાન : સર્વજ્ઞ પ્રણિત જીવાજીવાદિ પદાર્થોને યથાર્થપણે જેમ શ્રદ્ધા થવી તેમ યથાર્થ બોધ થવો તે જ્ઞાન છે. દર્શનગુણમાં યથાર્થપણે જાણવાની શ્રદ્ધા છે અને જ્ઞાન-ગુણમાં પદાર્થપણે બોધરૂપે પરિણમન છે. પ્રથમ જાણે પછી શ્રદ્ધા કરે, અથવા પ્રથમ શ્રદ્ધા કરે પછી જાણે તેમ અન્યોન્ય પરિણમન હોઈ શકે.
જેમ જીવ–અજીવને જાણે, શ્રદ્ધે તેમ બંધનાં કારણોને અને મોક્ષનાં કારણોને જાણે અને શ્રદ્ધે. જેમકે :
૨ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org