________________
પુણ્ય પ્રકૃતિઓનો નિર્દેશ
સર્વેઘ-સમ્બવત્ત્વ-દાસ્થતિ
पुरुषवेद- शुभायुर्नामगोत्राणि पुण्यम्
સધ-સમ્યક્ત્વ-હાસ્ય-રતિપુરુષવેદ-શુભાયુર્નામગોત્રાણિ સા-સમ્યક્ત્વ-હાસ્ય-રતિ
પુણ્યમ્
પુરુષવેદ-શુભાયુઃ નામગોત્રાણિ પુણ્યમ્
૮૨૬
૮-૨૬
સાતાવેદનીય, સમ્યક્ત્વ મોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુષ્ય, શુભનામ અને શુભગોત્ર એ પુણ્ય પ્રકૃતિઓ છે. (બાકીની પાપરૂપ છે).
૮-૨૬
જેનાથી સુખનો અનુભવ થાય તે પુણ્ય. અથવા જેના સંયોગથી પ્રીતિ અને આનંદ ઊપજે તે પુણ્ય.
Jain Education International
જે જે કર્મ બંધાય તે દરેકનો વિપાક (ફળ) માત્ર શુભ કે અશુભ નથી હોતો. પણ જીવના શુભાશુભ અધ્યવસાયને લીધે કર્મ શુભ કે અશુભ બંને પ્રકારે બંધાય છે. જે પરિણામમાં સંક્લેશ (અશુભ-કષાય) જેટલો ઓછો પરિણામ તેટલા પ્રમાણમાં વધારે શુભ. જે પરિણામમાં સંક્લેશ જેટલો વધુ તે પરિણામમાં તેટલા પ્રમાણમાં વિશેષ અશુભ હોય છે. દરેક પરિણામ શુભાશુભ ઉભય પ્રકારે હોય છે.
પરિણામની વિચિત્રતા એ છે કે જો પરિણામ પુણ્યરૂપ હોય તો શુભ અનુભાગ બંધાય છે. અને પરિણામમાં પાપપ્રકૃતિઓ હોય તો અશુભ અનુભાગ બંધાય છે. શુભ પરિણામની તીવ્રતા હોય તો શુભ અનુભાગ પ્રકૃષ્ટ અને અશુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે. તીવ્ર અશુભ પરિણામથી બંધાતો અશુભ અનુભાગ પ્રકૃષ્ટ હોય અને શુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે.
પુણ્યરૂપ ગણાતી કુલ પ્રકૃતિઓ બેતાંલીસ છે.
૨૯૮ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org