________________
ANDRADAAAAAAA
નથી, કે ન બળવાયોગ્ય વસ્તુ બળતી નથી, તેમ જીવ પોતાના ક્ષેત્રમાં રહેલા કર્મપુદગલોને ગ્રહણ કરે છે, પરંતુ દૂરના ક્ષેત્રથી ગ્રહણ કરતો નથી. વળી સિદ્ધના જીવોને કર્મપુદ્ગલોનું ગ્રહણ થતું નથી. કારણ કે તે ગ્રહણ કરવા યોગ્ય ત્યાં કાષાયિક પરિણામ નથી.
સ. દ ઃ કર્મપુલો બંધ પામતી વખતે ગતિશીલ હોય કે સ્થિતિશીલ હોય ?
જ. ૬ : કાશ્મણ વર્ગણાના જે પુદગલો સ્થિતિશીલ હોય તે જ પ્રહણ થાય છે. આથી ગતિમાન કાર્મણ વર્ગણાના પુગલોનો બંધ થતો નથી.
સ. ૭ઃ ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોનો આત્માના અમુક પ્રદેશો સાથે સંબંધ થાય કે સર્વ પ્રદેશો સાથે સંબંધ થાય ?
જ. ૭ઃ જીવ સર્વ આત્મપ્રદેશો વડે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરે છે. કારણ કે જીવના સર્વ પ્રદેશો પરસ્પર જોડાયેલા છે જ્યારે મન-વચન-કાયાનો યોગ-વ્યાપાર થાય ત્યારે સર્વ આત્મપ્રદેશોમાં કંપન થાય છે, તેથી કર્મયુગલો પણ સર્વ આત્મપ્રદેશો વડે ગ્રહણ થાય છે, યોગવ્યાપારમાં તરતમતા હોય છે. જેમકે કોઈ સ્ત્રી રોટલી વણે ત્યારે હથેલી પર દબાણ વિશેષ આવવાથી હથેલીના ભાગમાં વ્યાપાર વધુ હોય છે, ત્યાર પછી કાંડા અને ઉપરના ભાગમાં વ્યાપાર જૂન થતો જાય છે. તે પ્રમાણે કર્મપુદ્ગલો ગ્રહણ થવાનો વ્યાપાર સર્વ પ્રદેશ થાય છે. તેથી આત્મપ્રદેશમાં આઠેય કર્મોનો સંબંધ હોય છે.
સ. ૮: એકી વખતે કેટલા પ્રદેશવાળા સ્કંધોનો બંધ થાય છે.
જ. ૮ઃ અનંતાનંત પ્રદેશ – પ્રદેશબંધ પામતા પરમાણુઓ એક, બે કે માણસ એમ છૂટા છૂટા બંધાતા નથી. પરંતુ દરેક કર્મ યોગ્ય ઠંધો અનંતાનંત, પરમાણુના જ બનેલા હોય. કોઈ સંખ્યાત – અસંખ્યાત અનંત પરમાણુના બનેલા પણ હોતા નથી તેથી દરેક આત્મપ્રદેશે અનંતાનંત કર્માણુઓ બંધાય છે.
અધ્યાય : ૮ • સૂત્ર ઃ ૨૫ જ ૨૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org