________________
ગ્રહણ કરે છે કે અલ્પાધિક ?
જ. ૩ : યોગવિશેષાત્ : સર્વ સંસારી જીવો કર્મબંધ સમાનપણે કરતા નથી કારણ કે બધાનો માનસિક વાચિક અને કાયિક યોગવ્યાપાર અસમાન હોય છે. યોગના તરતમભાવ પ્રમાણે પ્રદેશબંધમાં પણ તરતમ ભાવ રહે છે. પ્રદેશબંધ યોગના વીર્ય વ્યાપારથી થાય છે. જેમ જેમ યોગ વ્યાપાર વધારે તેમ પુદ્ગલ પ્રદેશ અધિક ગ્રહણ થાય છે. યોગ ઓછો તેમ પુદ્ગલ પ્રદેશ ઓછા ગ્રહણ થાય છે.
જો સમાન યોગવ્યાપાર વધુ સમય રહે તો પણ તે આઠ સમય સુધી જ હોય છે. ત્યાર પછી તેમાં ફેરફાર થાય છે. તેથી જીવ દરેક સમયે સમાન પુદ્ગલો પ્રહણ કરતો નથી.
સ. ૪ : જીવ સ્થૂલ કર્મયુગલોને ગ્રહણ કરે છે કે સૂક્ષ્મ કર્મયુગલોને ?
જ. ૪: સૂક્ષ્મ : કર્મયોગ્ય પુદ્ગલકંધો સ્થૂલ-બાદર હોતા નથી પણ સૂક્ષ્મ હોય છે. તે સૂક્ષ્મ સ્કંધો કર્મવર્ગણામાંથી ગ્રહણ થાય છે. તે સર્વત્ર વ્યાપ્ત હોય છે. જે કર્મરૂપે બની શકે છે, તે પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોય છે. તેવા પુદ્ગલ સમૂહને કાશ્મણ વર્ગણા કહે છે. જીવ આ કાર્મણ વર્ગણામાંથી રહેલા સૂક્ષ્મ કર્મયુગલોને લઈને કર્મરૂપે પરિણાવે
Wowowwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
anauwwwwwwwwwwwwwwww.w
સ. ૫ : જીવપ્રદેશવાળા ક્ષેત્રમાં રહેલા કર્મસ્કંધો જીવ સાથે બંધાય છે કે અન્ય ક્ષેત્રે રહેલા કર્મસ્કંધો બંધાય છે ?
જ. ૫ : એક ક્ષેત્રાવગાઢ, કાર્મણ વર્ગણાના પુદ્ગલ લોકાકાશમાં સર્વત્ર વ્યાપેલા છે. પરંતુ જીવ અન્યત્ર રહેલા કાશ્મણ વર્ગણાના પુગલોને ગ્રહણ કરતો નથી. પણ જેટલા સ્થાનમાં પોતાના આત્મપ્રદેશો છે તે સ્થાનમાં રહેલા કાશ્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે.
જેમ અગ્નિ જેટલા સ્થાનમાં પ્રજ્વલિત હોય તેટલા સ્થાનમાં રહેલા બળવાયોગ્ય પદાર્થને બાળે છે. પોતાના સ્થાનથી બહારની વસ્તુને બાળતો
ર૯દ જ તત્ત્વમીમાંસા
JAMANMARAM
M
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org