________________
છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય કર્મ
આ છની જઘન્ય સ્થિતિ સૂક્ષ્મ સંપરાય નામક દશમા ગુણસ્થાનમાં સંભવે છે. મોહનીયની જઘન્ય સ્થિતિ નવમા ગુણસ્થાનમાં અને આયુષ્યની જઘન્ય સ્થિતિ સંખ્યાતવર્ષ જીવી તિર્યંચ અને મનુષ્યમાં સંભવે છે. મધ્યસ્થિતિ અસંખ્યાત પ્રકારની છે. તેના અધિકારીઓ કાષાયિક પરિણામની તરતમતા પ્રમાણે અસંખ્યાત હોય છે.
રસબંધની વ્યાખ્યા
૮-૨૨
विपाकोऽनुभावः વિપાકોડનુભાવઃ વિપાકઃ અનુભાવઃ
૮-૨૨
૮-૨૨
કર્મનો વિપાક : ફળ આપવાની શક્તિ તે અનુભાવ-રસ છે. વિપાક, પરિપાક, રસ, અનુભવ, ફળ વગેરે પર્યાયવાચી શબ્દો છે. કર્મબંધ વખતે કયું કર્મ તીવ્ર, મધ્યમ કે જઘન્ય ઇત્યાદિ કેવું ફળ આપશે એનો આધાર કર્માણુઓમાં રહેલા રસના આધારે થાય તે રસબંધ. કર્મમાં ફળ આપવાની શક્તિ તે રસબંધ. બંધ થતી વખતે તેના કારણભૂત કાષાયિક અધ્યવસાયના મંદ તીવ્રભાવ પ્રમાણે દરેક કર્મમાં તીવ્ર મંદ ફળ દેવાની શક્તિ ઉત્પન્ન થાય છે, તેવા સામર્થ્યને રસબંધ કે અનુભાવ કહે છે.
स यथानाम
સ યથાનામ
સઃ યથા નામ
કર્મનો વિપાક એ અનુભવ છે.
વિપાક : ફળ આપવાની શક્તિ, અનુભાવ-રસ.
પરિપાક, વિપાક, ફળ, ઉદય રસ વગેરે એકાર્થ શબ્દો છે.
સર્વ કર્મોનો વિપાક – ફળ પોતપોતાના નામ પ્રમાણે છે. અર્થાત્
૨૯૨ ૨૪ તત્ત્વમીમાંસા
૮-૨૩
૮-૨૩
૮-૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org