________________
ઉપભોગાંતરાય અને વીર્યંતરાય કર્મના પાંચ ભેદો છે.
૧. દાનાંતરાય (દેવામાં અંતરાય) : પોતાની પાસે દાનને યોગ્ય વસ્તુ-સાધન હોય, બીજી બાજુ લેનાર પાત્ર પણ હોય. પરિગ્રહના પાપને હળવું કરવા દાન કરવાથી લાભ થશે તેવો બોધ પણ હોય છતાં જે કર્મના ઉદયથી દાન કરવાની ઉત્સાહ ન થાય અથવા કોઈ અન્ય કારણથી પણ જીવને દાન કરવાનો ભાવ ન થાય તે દાનાંતરાય કર્મ છે.
પરમાર્થભાવે વિચારીએ તો મનુષ્યજન્મમાં સમ્યક્ત્વ જેવા ગુણોની પ્રાપ્તિનું પ્રદાન જીવ સ્વને કરી શકે છે પરંતુ તેવો ઉત્સાહ થતો નથી તેથી ક્ષાયિક સમ્યક્ત્વ સુધીના ગુણનું પ્રદાન થતું નથી.
૨. લાભાંતરાય (લેવામાં અંતરાય) : દાતાએ દાન માટે વિચાર ર્યો હોય, તેની પાસે આપવા યોગ્ય વસ્તુ હોય, યાચકને વસ્તુની જરૂર હોય તેને માંગણી કરી હોય, છતાં જે કર્મના ઉદયથી યાચક લાભ મેળવી ન શકે તે લાભાંતરાય કર્મ. પરમાર્થથી વિચારીએ તો આત્મને સ્વરૂપ લાભના બધા યોગ મળવા છતાં આ કર્મના ઉદયથી તેના આત્મલાભરૂપ બોધનું પરિણમન નથી થતુ.
જ
૩. ભોગાંતરાય (ઉપભોગમાં અંતરાય) : આહારાદિ જે એકવારમાં એ જ પદાર્થ ભોગવી શકાય તેવી સામગ્રી હોય, તે ભોગવવાની ઇચ્છા હોય છતાં જે કર્મના ઉદયથી પ્રાણી તે ઇષ્ટ વસ્તુને ભોગવી ન શકે તે ભોગાંતરાય કર્મ.
૪. ઉપભોગાંતરાય : સ્ત્રી-પુરુષના યોગ, વસ્ત્ર, પાત્ર, અલંકાર, જે વારંવાર ભોગવી શકાય તેવા પદાર્થો ઉપલબ્ધ હોય, ઉપભોગની ઇચ્છા હોય છતાં જે કર્મના ઉદયથી ઉપભોગ કરી ન શકે તે ઉપભોગાંતરાય કર્મ.
ન
૫રમાર્થથી આત્મામાં રહેલા અવ્યાબાધ સુખનો અનુભવ કરી ન શકે. ૫. વીર્યંતરાય (પુરુષાર્થમાં અંતરાય) : વ્યવહાર વ્યાપારની શક્તિ હોય પરંતુ પ્રમાદવશ કે રોગને કારણે પુરુષાર્થ કરી ન શકે, તપશ્ચર્યાદિની શક્તિ હોય પરંતુ પુરુષાર્થ કરી ન શકે, તે વીર્યંતરાય છે, ઉપરના
Jain Education International
અધ્યાય : ૮
.
સૂત્ર : ૧૪ ૪ ૨૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org