________________
નવ નોકષાયની વિશેષતા નોકષાય: કષાયના સહચારી. કષાયની સાથે પોતાનું ફળ બતાવે તેનો કષાય. અથવા કષાયના ઉદયમાં નિમિત્ત બને છે, પ્રેરણા કરે, તે નોકષાય. કષાયોના ઉદયની તરતમતા પ્રમાણે નોકષાયના વિપાકની તરતમતા હોય છે.
હાસ્યષટક = હાસ્ય આદિ છે.
હાસ્યમોહનીય : અન્યને પીડા થાય ત્યારે વ્યર્થ હસવું, જે કર્મના ઉદયથી હસવું આવે છે.
રતિમોહનીય : અન્યને દુઃખ થવાથી પ્રીતિ ઉપજે, મનમાં સારું માને છે. જે કર્મના ઉદયથી રતિ ઉપજે તે.
અરતિ : અપ્રિય પદાર્થમાં અભાવ થાય તે અરતિ. જે કર્મના ઉદયથી ઉપજે તે.
વેદત્રિકઃ ૧. પુરુષવેદ જે કર્મના ઉદયથી સ્ત્રીભોગની કામના થાય. ૨. સ્ત્રીવેદ : જે કર્મના ઉદયથી પુરુષભોગની કામના થાય.
૩. નપુંસકવેદ : જે કર્મના ઉદયથી સ્ત્રી-પુરુષ બંનેના ભોગની કામના થાય.
પુરુષવેદ તૃણના અગ્નિ સમાન છે. શીધ્ર ઉત્પન્ન થાય અને શીધ્ર શાંત થાય. સ્ત્રીવેદ લાકડાંના અગ્નિ જેવો છે, જેમ લાકડાંનો અગ્નિ ઉદીપ્ત ધીમે થાય, શાંત પણ ધીમે થાય તેમ સ્ત્રીવેદનો ઉદય જલદી ન થાય અને શાંત પણ જલદી ન થાય. નપુંસકવેદ નગરના દાહ જેવો છે. તે વેદનો ઉદય ઘણા લાંબા કાળ સુધી રહે છે જેમકે નગરનો દાહ લાગ્યા પછી લાંબા કાળ સુધી રહે છે.
नारक-तैर्यग्योन-मानुष-दैवानि ૮-૧૧ નારક-ૌર્યગ્યો--માનુષ-દેવાનિ ૮-૧૧ નારક-ૌર્યગ્યો--માનુષ-દેવાનિ ૮-૧૧
નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એમ ચાર પ્રકારે આયુષ્યકર્મ છે.
- ૨૮૦ જ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org