________________
વ્યક્તિ સાથે અભાવ થાય તેની સાથેનો તે અભાવ વધુમાં વધુ બારમાસ રહીને ઘટી જાય કે દૂર થઈ જાય. - આ કષાયના ઉદયમાં જો જીવ મરણ પામે તો પ્રાયે તિર્યંચગતિમાં જાય.
૩. પ્રત્યાખ્યાનાવરણ : ક્રિોધ, માન, માયા, લોભ. બીજા કરતાં મંદ કષાય.
જે કષાયના ઉદયથી જીવને સર્વવિરતિનું આવરણ રહે, પોતાને ચારિત્રમાં શ્રદ્ધા હોવા છતાં ચારિત્ર ગ્રહણ ન કરે.
સ્થિતિ : આ કષાયનો ઉદય વધારેમાં વધારે ચાર માસ રહે, પછી તે પ્રકારના અધ્યવસાય શમી જાય.
ગતિ ઃ આ કષાયના ઉદયમાં જીવ મરણ પામે તો મનુષ્યગતિમાં જાય.
૪. સંજ્વલન : ક્રોધ-માન, માયા, લોભ. આ કષાયોના રસ અત્યંત અલ્પ હોય છે. ચારિત્ર ગ્રહણ કરેલું છે પણ અતિચારો લાગે તે સંજ્વલન. આ કષાયના ઉદયથી જીવને શુદ્ધ ચારિત્ર (યથાખ્યાત) પ્રાપ્ત થતું નથી. અતિચારોથી મલિનતા આવે છે.
સ્થિતિ-ગતિ : આ કષાયનો ઉદય વધુમાં વધુ ૧૫ દિવસ રહે છે. આ કષાયના ઉદયમાં મૃત્યુ પામે તો જીવ દેવગતિને પામે છે.
આ કષાયોની સ્થિતિ વ્યવહાર અપેક્ષાએ છે. નિશ્ચય દૃષ્ટિથી કાળની મર્યાદામાં અભ્યાધિકતા હોય છે.
વળી ગતિની પ્રાપ્તિ આયુષ્યબંધના આધારે હોય છે. કષાયની પરિણતિ પ્રમાણે આયુબંધનો આધાર છે. તેથી અનંતાનુબંધી કષાયના ઉદયમાં પણ તરતમતા હોય તો તે પ્રમાણે આયુબંધ પડે, અર્થાત્ ચારે ગતિમાંથી ગમે તે ગતિનું બંધાય.
છતાં અપ્રત્યાખ્યાન સમયે આયુબંધ દેવોને મનુષ્યગતિ અને નારકોને મનુષ્યગતિનું બંધાય. મનુષ્ય અને તિર્યંચ દેવગતિનું જ બાંધે. પ્રત્યાખ્યાન અને સંજ્વલન કષાયના ઉદયમાં દેવગતિનું જ બંધાય.
૨૭૬ જ તત્ત્વમીમાંસા
વ
ડન્ડ નવડાવવાના વા
કમાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org