________________
કોપ, રોષ, કલહ, વૈમનસ્ય.
માન : અહંકાર, ગર્વ, દર્પ, મદ, અભિમાન.
માયા : દંભ, કપટ, છળ, પ્રપંચ, વંચના, છેતરપિંડી, કુટિલતા, વિક્રતા.
લોભ અસંતોષ, આસક્તિ, તૃષ્ણા, ઇચ્છા, મૂચ્છ, કામ, મમત્વ, આકાંક્ષા.
૧. અનંતાનુબંધી કષાયઃ ક્રોધ, માન, માયા, લોભની ભયંકરતા અનંત કાળ સુધી સંસારમાં બંધાવે તે અનંતાનુબંધી કષાય. જે કષાયના ઉદયથી મિથ્યાત્વમોહનીયનો બંધ કે ઉદય થાય તે અનંતાનુબંધી. આ કષાયના ઉદયથી જીવને હિતા-હિતનું ભાન નથી રહેતું અને તત્ત્વોનો હેય, ઉપાદેયનો વિવેક હોતો નથી; કે મારે મારા હિત માટે પાપાદિથી નિવૃત્ત થવા જેવું છે અને અહિંસાદિને ઉપાસવા જેવા છે. આ તીવ્ર કષાયના કારણે જીવનો સમ્યકત્વગુણ આવરાઈ જાય છે.
સ્થિતિ - ગતિ – તીવ્રતા જન્મપર્યંત રહે છે. અર્થાત્ કોઈ વ્યક્તિ પ્રત્યે થયેલો અભાવ, તે વ્યક્તિ જ્યારે મળે ત્યારે થાય અથવા જન્મપર્યત સતત રહે છે. આવા પરિણામવાળો જીવ પ્રાયે મૃત્યુ પામે તો નરકગતિ પામે છે.
૨. અપ્રત્યાખાનાવરણ : ક્રોધ, માન, માયા, લોભ. પ્રથમ કરતાં રસની અલ્પતા હોય છે. આ કષાયોના ઉદયથી જીવના દેશવિરતિ ગુણને રોકે છે અર્થાત્ હિંસાદિ પાપોથી પ્રત્યાખ્યાનરૂપ વિરતિ થવા ન દે. શ્રદ્ધા હોવાથી પ્રત્યાખ્યાન કરવા જેવા છે તેમ જાણે ખરો છતાં પ્રત્યાખ્યાન-પચ્ચખ્ખાણ (પ્રતિજ્ઞા) લઈ પાપોથી પાછા વળવાનો નિયમ લઈ ન શકે.
અપ્રત્યાખ્યાન કષાયના ઉદય વખતે અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ આવે અથવા ના પણ હોય. પરંતુ પ્રત્યાખ્યાન અને સંજ્વલનનો ઉદય હોય જ છે.
આ કષાયનો ઉદય નિરંતર વધારેમાં વધારે બાર માસ રહે. જે
અધ્યાય : ૮ • સૂત્ર : ૧૦ ૪ ૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org