________________
છે. નિદ્રા આદિ તે તે કર્મપ્રકૃતિના ઉદયજન્ય છે.
૧. નિદ્રા ઃ જે કર્મના ઉદયથી નિદ્રા આવે તે નિદ્રાવેદનીય દર્શનાવરણ. વિશેષ પ્રયત્ન વિના શીધ્રપણે જાગી શકાય તેવી નિદ્રા.
૨. નિદ્રાનિદ્રા ઘણા પ્રયતનથી કષ્ટપૂર્વક જાગવું થાય તે નિદ્રાનિદ્રા વેદનીય દર્શનાવરણ.
૩. પ્રચલા: બેઠા બેઠા ઊંઘ આવે તે પ્રચલા વેદનીય દર્શનાવરણ.
૪. પ્રચલા-પ્રચલા : ચાલતાં ચાલતાં ઊંઘ આવે તે પ્રચલા-પ્રચલા વેદનીય દર્શનાવરણ.
૫. મ્યાનદ્ધિ : દિવસે ચિતવેલું કાર્ય રાત્રે ઊંઘમાં કરી આવે તે સ્યાનદ્ધિ વેદનીય દર્શનાવરણ.
વેદનીય શબ્દનો અર્થ અનુભવવું. બધાં જ કર્મો અનુભવમાં આવતાં હોવાથી વેદનીય છે. પરંતુ ત્રીજી કર્મપ્રકૃતિ માટે વેદનીય શબ્દ રૂઢ બનેલો છે. સુખદુઃખરૂપે વૈદાય તે વેદનીય. વાસ્તવમાં દરેક કર્મ અનુભવમાં આવે છે, તેથી અહીં દર્શનાવરણમાં વેદનીય શબ્દ તે અર્થમાં
सदसवेद्ये
૮-૯ સદ્ અસદ્-વેલ્થ
૮-૯ સઅસદ્ધે
૮-૯ સર્વેદ્ય = સાતવેદનીય અને અસતાવેદનીય એમ વેદનીય પ્રકૃતિના બે ભેદ છે.
જે કર્મના ઉદયથી પ્રાણીને શારીરિક કે માનસિક સુખનો અનુભવ થાય તે સાતા વેદનીય કર્મ છે, અને જે કર્મના ઉદયથી પ્રાણીને શારીરિક કે માનસિક દુઃખનો અનુભવ થાય તે અસતાવેદનીય કર્મ છે.
જેનો મુખ્યત્વે શરીર દ્વારા અનુભવ થાય છે, શરીર જડ હોવા છતાં ચેતન સહિત સજીવ છે, અને આત્મામાં અનુભવ નામનો જ્ઞાનાદિ
૨૭૨ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org