________________
કેવળદર્શનાવરણ.
જગતના પદાર્થોનો કે વસ્તુનો બોધ સામાન્ય અને વિશેષ બે પ્રકારે છે. વસ્તુનો વિશેષ રૂપે બોધ તે જ્ઞાન, અને સામાન્ય રૂપે બોધ તે દર્શન છે. જ્ઞાન-દર્શન બંને જ્ઞાન સ્વરૂપ છે. પરંતુ સામાન્ય બોધને દર્શન કહેવામાં આવે છે અને વિશેષ બોધને જ્ઞાન કહેવામાં આવે છે. આત્માના જ્ઞાનદર્શન ઉપયોગમાં ત્રણે કાળની સમસ્ત વસ્તુને વિશેષ સામાન્યપણે જાણવાની શક્તિ છતાં આત્માને અતિ અલ્પ બોધ થાય છે. તેનું કારણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મપ્રકૃતિ છે. જોકે આ પ્રકૃતિઓ આત્માના જ્ઞાન-દર્શન ગુણને સર્વથા આવરણ કરી શકતી નથી. તેથી જંતુ માત્રથી માંડી સર્વ પ્રાણીઓનો જ્ઞાનદર્શન ગુણ અલ્પાધિકપણે વ્યક્ત થાય છે.
પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતું મતિજ્ઞાન સામાન્ય અને વિશેષ બે પ્રકારે હોય છે. તેથી તેના વડે પ્રથમ સામાન્ય મતિજ્ઞાન થાય છે. તે પ્રમાણે ચક્ષુ ઇન્દ્રિયથી રૂપનું સામ્રાન્ય મતિજ્ઞાન થાય છે. તથા શેષ ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા તે તે યનું સામાન્ય મતિજ્ઞાન તે અચક્ષુ દર્શન છે. અવિધ લબ્ધિથી થતો સામાન્ય બોધ તે અવધિદર્શન છે. કેવળલબ્ધિથી થતો સામાન્ય બોધ તે કેવળદર્શન છે.
(મનઃપર્યવમાં દર્શનરૂપ સામાન્ય બોધ નથી કારણ કે મનઃપર્યવ જ્ઞાનમાં જે મનના પર્યાયો જણાય છે તે વિશેષરૂપ છે, તેથી એ જ્ઞાનનો બોધ પ્રથમથી જ વિશેષરૂપ છે. તેથી તેમાં દર્શનરૂપ સામાન્ય બોધ નથી. વિપુલમતિની અપેક્ષાએ ઋજુમતિનો ભેદ સામાન્ય ગણાય છે.) શ્રુતજ્ઞાન શબ્દ-અર્થની સ્પષ્ટતાથી થતું હોવાથી તે જ્ઞાન પણ વિશેષરૂપ છે.
આ પાંચ જ્ઞાનમાં મતિજ્ઞાન, અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન સામાન્ય અને વિશેષરૂપ છે. દર્શનાવ૨ણ એ મતિજ્ઞાનનો જ સામાન્ય ભેદ છે. દર્શનાવરણના ચક્ષુ આદિ દર્શનાવરણ ઉપિરાંત નિદ્રાના પાંચ પ્રકાર
Jain Education International
અધ્યાય : ૮ •
સૂત્ર : ૮ ૪ ૨૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org