________________
૧. મતિજ્ઞાનને રોકે તે મતિજ્ઞાનાવરણ કર્મ પ્રકૃતિ. ૨. શ્રુતજ્ઞાનને રોકે તે શ્રુતજ્ઞાનાવરણ કર્મ પ્રકૃતિ. ૩. અવધિજ્ઞાનને રોકે તે અવધિજ્ઞાનાવરણ પ્રકૃતિ. ૪. મન:પર્યવજ્ઞાનને રોકે તે મનઃપર્યવજ્ઞાનાવરણ પ્રકૃતિ. ૫. કેવળજ્ઞાનને રોકે તે કેવળજ્ઞાનાવરણ પ્રકૃતિ, (વિશેષ સ્વરૂપ અધ્યાય ૧માં ૯મા સૂત્રમાં આપેલું છે.) चक्षुरचक्षुरवाधिकेवलानां निद्रानिद्रानिद्राप्रचला
प्रचलाप्रचला - स्त्यानर्द्धि वेदनीयानि च ચક્ષુરચક્ષુરવધિકેવલાનાં નિદ્રા-નિદ્રાનિદ્રા-પ્રચલા
પ્રચલાપ્રચલા સ્થાનદ્ધિવેદનીયાનિ ચ ચક્ષુઃ અચક્ષુઃ અવધિ-કેવલાનાં નિદ્રા-નિદ્રાનિદ્રા પ્રચલા-પ્રચલાપ્રચલા, ત્યાનદ્ધિ વેદનીયાનિ ચ ૮-૮
૮-૮
ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ એ ચાર દર્શનનાં ચાર આવરણો, તથા નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, અને સ્ત્યાનદ્ધિ એ પાંચ વેદનીય એમ દર્શનાવરણના નવ ભેદો છે.
૮-૮
વેદનીય
અનુભવવું.
૧. જે કર્મપ્રકૃતિના ઉદયથી ચક્ષુ દ્વારા રૂપનું સામાન્ય જ્ઞાન ન થાય તે ચક્ષુ દર્શનાવરણ.
Jain Education International
૨. અચક્ષુ-ચક્ષુ સિવાયની ચાર ઇંદ્રિયો તથા મન. જે કર્મપ્રકૃતિના ઉદયથી ચક્ષુ સિવાયની ચાર અને મન દ્વારા પોતાના વિષયનું સામાન્ય જ્ઞાન ન થાય તે અચક્ષુ દર્શનાવરણ.
૩. જે કર્મના ઉદયથી અવધિદર્શનરૂપ સામાન્ય જ્ઞાન ન થાય તે અવધિદર્શનાવરણ.
૪. જે કર્મના ઉદયથી કેવળદર્શનરૂપ સામાન્ય જ્ઞાન ન થાય તે
૨૭૦ ૪ તત્ત્વમીમાંસા
For Private & Personal Use Only
www.jainelibrary.org