________________
ફળ આપવાનો રસ અલ્પાધિક હોય છે.
પ્રદેશ : આ મોદકોનું પરિમાણ અલ્પાધિક હોય છે. તેમ કર્માણુઓનો જથ્થો પ્રદેશ અલ્પાધિક હોય છે.
-
પ્રકૃતિબંધના મૂળ ભેદો
आयो ज्ञान दर्शनावरण- वेदनीय मोहनीयायुष्य
नाम - गोतत्राऽन्तरायाः
આઘો જ્ઞાન-દર્શનાવરણ-વેદનીય-મોહનીયાયુષ્યનામ-ગોત્રાન્તરાયાઃ
આઘઃ જ્ઞાન-દર્શનાવરણ-વેદનીય-મોહનીય-આયુષ્યનામ-ગોત્ર-અન્તતરાયાઃ
આદ્યના
પ્રકૃતિબંધના જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એમ આઠ ભેદો છે.
-
Jain Education International
૮૫
૮-૫
જીવના અધ્યવસાયવિશેષથી (પરિણામથી) એકવાર ગ્રહણ કરાયેલા કર્મપુદ્ગલના સમૂહમાં અધ્યવસાયની શક્તિ અનુસાર એકસાથે અનેક સ્વભાવો-પ્રકૃતિનું નિર્માણ થાય છે. તે સ્વભાવ અદૃશ્ય-અરૂપી છે, છતાં તેનો અનુભવ તેના કાર્યો દ્વારા થઈ શકે છે. તે સ્વભાવો અસંખ્ય છે, છતાં તેનું આઠ પ્રકારે વર્ગીક૨ણ કરેલું છે, તેને મૂળ પ્રકૃતિબંધ કહેવાય છે. તે પોતાના સ્વભાવ પ્રમાણે આત્માને આવરણ કરે છે. તે આ પ્રમાણે છે
અધ્યાય : ૮ • સૂત્ર ઃ ૫૪ ૨૬૭
જેમ મનુષ્ય આહાર કરે છે, તે આહાર હોજરીમાં ગયા પછી, પાચન થઈને સપ્ત ધાતુમાં સ્વયં વહેંચાઈ જાય છે. તેમ કર્મોનો આત્મપ્રદેશો સાથે ગ્રહણ થઈ પછી તે આ પ્રમાણે આઠ પ્રકૃતિમાં વહેંચાઈને પોતાની પ્રકૃતિ પ્રમાણે ફળ આપે છે. અને આત્મા પર પોતાનું પ્રભુત્વ જમાવે છે. જોકે કર્મો કરતાં આત્માની શક્તિ અનંત છે. તેથી આત્મા જ્યારે જાગરણની અવસ્થામાં આવે છે ત્યારે કર્મોનો નાશ થાય છે.
For Private & Personal Use Only
૮-૫
www.jainelibrary.org