________________
કલ્પી એક ભાગ બાળી નાખવામાં આવે ત્યારે દ્વિસ્થાનિક રસ બને છે. રસના ત્રણ ભાગ કલ્પી બે ભાગ બાળી નાખવામાં આવે તો તે ત્રિસ્થાનિક રસ છે. અને તે રસના ચારભાગ કલ્પી ત્રણ ભાગ બાળી નાખવામાં આવે તો બચેલો એક ભાગ – રસ ચતુઃસ્થાનિક બને છે.
વળી શેરડીનો મધુર રસ સુખદાયક લાગે છે, તેમ શુભકર્મના ફળનો રસ સુખરૂપ લાગે છે. લીમડાનો કડવો રસ દુઃખદાયક લાગે છે, તેમ અશુભકર્મનું ફળ દુઃખરૂપ લાગે છે. શેરડીનો રસ અધિક બળતાં મધુર બને છે, તેમ શુભ પ્રકૃતિમાં જેમ તીવ્ર રસ ભળે છે તેમ તેનું ફળ તીવ્ર બને છે. અને અશુભ પ્રકૃતિમાં જેમ વધુ રસ ભળે તેમ તેનું ફળ અધિક અશુભ બને છે.
(૪) પ્રદેશબંધ : ગ્રહણ કરેલ કર્મપુદ્ગલો ભિન્ન ભિન્ન રૂપે પરિણમન પામીને તેની કર્મપુદ્ગલ રાશિ દરેકની પ્રકૃતિ પ્રમાણે અમુક જથ્થામાં વહેંચાઈ જાય છે તે પ્રદેશબંધુ.
કર્મબંધના આ ચાર પ્રકારમાં પ્રકૃતિ અને પ્રદેશ યોગની તરતમતા ઉપર આધારિત છે. રસ તથા સ્થિતિ કષાયની તીવ્રતા કે મંદતા પર આધારિત છે.
કર્મના ચાર પ્રકારને મોદકના દૃષ્ટાંતથી સમજાવે છે.
જુદા જુદા પ્રકારના મોદકનો ભિન્ન ભિન્ન સ્વભાવ હોય છે. સૂંઠ જેવો વાયુ વિનાશક પદાર્થ નાખીને બનાવેલા મોદક વાયુનો નાશ કરે છે. મરી જેવા પદાર્થથી બનેલો મોદક પિત્તનો નાશ કરે છે. મેથી જેવા પદાર્થોનો મોદક કફનો નાશ કરે છે. તે પ્રમાણે કેટલાક કર્માણુઓ જ્ઞાનગુણનો નાશ કરવાવાળા છે, તો કેટલાક દર્શનગુણનો નાશ કરવાવાળા છે. તેમ જીવના ગુણોને અલગ અલગપણે નાશ કરે, ઢાંકે તે પ્રકૃતિ છે.
સ્થિતિ : આ મોદકોમાં વિકાર થવાની સ્થિતિ-સમય ભિન્ન ભિન્ન હોય છે. તેમ કર્માણુઓ પણ સ્થિતિની ભિન્નતાવાળા છે.
રસ : આ મોદકોમાં મીઠાશના પદાર્થો અલ્પાધિક હોય તે પ્રમાણે તેની મીઠાશનો રસ કે ઘીની ચીકાશ અલ્પાધિક હોય છે, તેમ કર્માણુઓનો
૨૬૬ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org