________________
જેમ મનુષ્ય આહાર ગ્રહણ કરે છે પછી તેના પાચનાદિ પદ્ધતિ વડે તે પદાર્થો સપ્તધાતુમાં વહેંચાઈ જાય છે. તેમાં વિશેષ પ્રયત્નની જરૂર નથી. તેમ પ્રણ કરેલાં કર્મો પરિણામની ધારા પ્રમાણે સહજરીતે આઠ પ્રકારમાં વહેંચાઈ જાય છે. તે કર્મપુદ્ગલોમાં આત્માના જ્ઞાનગુણને આવરણ કરવાનો સ્વભાવ તે જ્ઞાનાવરણ. દર્શનગુણને અટકાવવાનો સ્વભાવ તે દર્શનાવરણ. સુખદુઃખનો અનુભવ કરાવવાનો સ્વભાવ તે વેદનીય કર્મ. આત્મશક્તિને અપ્રગટ રાખવાનો સ્વભાવ અંતરાય કર્મ, એમ અનેક પ્રકારે પ્રકૃતિબંધ કે સ્વભાવબંધ છે.
(૨) સ્થિતિબંધ : કર્મપુદ્ગલોનો આત્મા સાથે સંબંધ થતાં તે કર્મપુદ્ગલો આત્મા સાથે કેટલો સમય રહી આત્માને અસર કરશે તે તે જ સમયે નક્કી થઈ જાય છે, તે સ્થિતિબંધ.
(૩) રસ : કર્મપુદ્ગલોના સ્વભાવના નિર્માણ સાથે જ તેની તીવ્રતા મંદતારૂપ ફળરૂપે અનુભવ આપવાની વિશેષતા બંધાય છે, તે રસબંધ છે. તેમાં તરતમતા હોય છે. આત્મગુણોને દબાવવામાં કેટલે અંશે તીવ્રતા કે મંદતા થશે તે પ્રદેશબંધ વખતે નક્કી થઈ જાય છે.
જેમકે શનાવરણીયકર્મ આત્માના જ્ઞાનગણને રોકે છે, પણ તે દરેક જીવમાં સમાનપણે આવરણ હોતું નથી. તેમાં અલ્પાધિકતા હોય છે. પ્રદેશબંધ વખતે કર્મોમાં રસ ઉત્પન્ન થાય છે, એ રસની તરતમતા પ્રમાણે કર્મના ફળમાં, પ્રકૃતિમાં તરતમતા રહે છે. રસની ચારભેદો દ્વારા વિશેષતા :
આત્મપ્રદેશો સાથે કર્મપુદ્ગલોનો બંધ થતાં તેમાં રસની અસંખ્ય તરતમતા હોય છે, છતાં સમજવા માટે તેના ચાર ભેદ કહ્યા છે. (૧) એકસ્થાનિક (ઠાણિયો) રસ, (૨) દ્વિસ્થાનિક રસ (૩) ત્રિસ્થાનિક રસ (૪) ચતુઃસ્થાનિક રસ. આ દરેક રસ ઉત્તરોત્તર અધિક તીવ્ર હોય છે. એકસ્થાનિક રસ મંદ રસ છે. તે આત્માના ગુણોને અલ્પાંશે આવરણ કરે છે, ત્યારપછીના રસ ઉત્તરોત્તર તીવ્ર આવરણ કરનારા છે.
દા. ત. શેરડી અને લીંબડાના રસની તરતમતા વિચારવી. તેનો રસ સ્વાભાવિક હોય તો તે એકસ્થાનિય (મંદ) છે. તેના બે ભાગ
Jain Education International
અધ્યાય : ૮
.
સૂત્ર : ૪ ૪ ૨૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org