________________
કરવા સામાન્ય જનતાના
*
*
WANAWAVAANANA
૮-૪
wwwwwwwwwwwwwww
- જીવ સ્વભાવે અરૂપી છે. પરંતુ અનાદિ કાળથી કર્મસંબંધવાળો રહ્યો હોવાથી, શરીર ધારણ કરતો હોવાથી રૂપી જેવો થઈ ગયો છે, તેને લીધે રૂપી કર્મયુગલોને ગ્રહણ કરે છે.
જેમ દીવો વાટ દ્વારા તેલને ગ્રહણ કરી, પોતામાં પેદા થયેલી ઉષ્ણતાથી વાટને જ્વાળારૂપે પરિણાવે છે, તેમ જીવ કાષાયિક-વૈભાવિક રાગદ્વેષના પરિણામથી કર્મપુદ્ગલોને ગ્રહણ કરી તેને કર્મભાવ રૂપે પરિણાવે છે, તેનો આત્મપ્રદેશ સાથે સંબંધ થવો તે બંધ છે. જો કે આવા બંધમાં કષાય ઉપરાંત મિથ્યાત્વાદિ અન્ય કારણો પણ હોય છે. પરંતુ તેમાં કષાયભાવની મુખ્યતા છે.
प्रकृति-स्थित्यनुभाव-प्रदेशास्तपदविधयः પ્રકૃતિ-સ્થિત્યનુભાવ-પ્રદેશ વિધયઃ પ્રકૃતિ-સ્થિતિ-અનુભાવ-પ્રદેશઃ તવિધયઃ ૮-૪
બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ (રસ) અને પ્રદેશ એ ચાર પ્રકાર છે.
જીવ દ્વારા ગ્રહણ થયેલા કર્મ પુદ્ગલો કર્મરૂપે પરિણામ પામે છે ત્યારે તેમાં ચાર પદ્ધતિઓનું સ્વયં નિર્માણ થાય છે. તે બંધના પ્રકારો છે.
૧. પ્રકૃતિ (સ્વભાવ) ૨. સ્થિતિ ૩. રસ ૪. પ્રદેશ
ગાય-ભેંસાદિએ ગ્રહણ કરેલું ઘાસ દૂધરૂપે પરિણમે છે, તેમાં જે મધુરતા છે તે પ્રકૃતિ છે; તે પ્રકૃતિ અમુક સમય ટકે છે; તે સ્થિતિ છે, તે મધુરતામાં તીવ્રતા મંદતા હોય છે તે રસ છે; તે દૂધનું પૌદ્ગલિક માપ છે તે પ્રદેશ છે. આ પ્રકારે જીવે ગ્રહણ કરેલા કર્મ પુલોમાં પણ ચાર પદ્ધતિનું નિર્માણ થાય છે.
(૧) પ્રકૃતિબંધઃ સ્વભાવ. કર્મના પુદ્ગલોનો આત્મા સાથે સંબંધ થયા પછી તે આત્માના જ્ઞાનદર્શનાદિ કયા ગુણને દબાવશે અથવા કેવી અસર પહોંચાડશે, તેવા સ્વભાવને પ્રકૃતિબંધ કહેવાય છે. તે કર્માણુઓ મુખ્યત્વે આઠ પ્રકારમાં વહેંચાઈ જાય છે.
* ૨૬૪ જ તત્ત્વમીમાંસા
GROGOROD
.0000
પર ન
જર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org