________________
આ પ્રમાદમાં કષાયોનો સમાવેશ થાય છે. પ્રમાદમાં કષાયની મુખ્યતા હોવાથી કષાયનો અલગ નિર્દેશ કરવામાં આવ્યો છે.
(૪) કષાય : સમભાવમાં ન રહેતા વિષમભાવ થવા. તેમાં ક્રોધ માન, માયા, લોભ ચાર કષાયોની મુખ્યતા છે.
(૫) યોગ : મન, વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ. મુખ્યત્વે માનસિક પરિણામ હોવાથી તે મનોયોગ છે, છતાં તેમાં ભાષાનો સહયોગ છે તેથી તેમાં વચનયોગ પણ છે. શરીરની પ્રવૃત્તિના હોવાપણાથી કાયયોગ છે. બંધની વ્યાખ્યા सकषायत्त्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते સકષાયત્ત્તાજ્જીવઃ કર્મણો યોગ્યાનુ પુદ્ગલાનાદત્તે સકષાયત્ત્વાર્ જીવઃ કર્મણઃ યોગ્યાન્ પુદ્ગલાદત્તે
૮-૨
૮-૨
૮-૨
કષાયના કારણે જીવ કર્મને યોગ્ય કાર્પણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરેલા પુદ્ગલોનું આત્મામાં દૂધ-પાણીની જેમ એકમેક થવું.
Jain Education International
બંધના ભેદો
स बन्धः
સ બન્ધઃ
સઃ બન્ધઃ
તે કર્મબંધ છે.
કર્મને યોગ્ય પુદ્ગલોનો આત્મપ્રદેશ સાથે લોહાગ્નિની જેમ એકમેક થવું તે કર્મબંધ છે.
"
પુદ્ગલ વર્ગણાઓ અનેક પ્રકારની છે. તેમાં જે વર્ગણા કર્મરૂપે પરિણામ પામવાની યોગ્યતાવાળી હોય તે કાર્મણ વર્ગણા છે, તેને જ જીવ ગ્રહણ કરે છે, તે આત્મપ્રદેશો સાથે વિશિષ્ટ રીતે ક્ષીરનીરવત્ એકમેક થઈ જાય છે.
અધ્યાય : ૮
૮-૩
૮-૩
૮-૩
·
સૂત્ર : ૨-૩ ૪ ૨૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org