________________
w
સ્તનપાના અન્ય
યથાર્થપણે તત્ત્વોને જાણવા છતાં અહંકાર કે લોકસંજ્ઞાએ અસત્ય સિદ્ધાંતનો આગ્રહ રાખનાર, જીવનું યથાર્થ તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધાન છે. અસત્ય માન્યતાનો કદાગ્રહ છે. જૈનદર્શન પામ્યો હોય છતાં આભિનિવેશિક મિથ્યાત્વ હોય.
૪. સશયિકઃ સર્વશદેવના પ્રરૂપિત જીવાદિ તત્ત્વોમાં સંશય હોય છે. નિગોદાદિના સૂક્ષ્મ સ્વરૂપમાં કે, મોક્ષ જેવા વચનાતીત સ્વરૂપ વિષે શંકા થવી.
૫. અનાભોગિકઃ અનાભોગ-અજ્ઞાનતા. અજ્ઞાનતાને કારણે શ્રદ્ધાનો અભાવ હોવો. મુખ્યત્વે બોધ રૂપ પરિણમનનો અભાવ છે. તે એકેન્દ્રિયાદિ જીવોમાં તથા સાધુ, શ્રાવક અર્થાત્ મનુષ્યમાં હોય છે. મનુષ્યને જો બોધ મળે તો તે ભૂલ સુધારી લે તેવો સંભવ છે. કારણ કે તેને આગ્રહ નથી. તેથી સત્યનો સ્વીકાર કરે છે. પ્રથમના ત્રણ મિથ્યાત્વમાં વિપરીત શ્રદ્ધા કે અશ્રદ્ધાન છે. ચોથામાં શ્રદ્ધાનો અભાવ છે. પાંચમા પ્રકારમાં એકેન્દ્રિયાદિને કદાગ્રહ રહિત શ્રદ્ધાનો અભાવ છે. મનુષ્યને વિપરીત માન્યતા છે.
(૨) અવિરતિ : અ-અભાવ = વિરમવું. વિરતિ = દોષ, પાપ. દોષોથી વિરમવું કે અભાવ ન થવું તે અવિરતિ
હિંસાદિ દોષો છે, તેથી નિવૃત્ત થવું તે વિરતિ, અને તેનાથી નિવૃત્ત ન થવું તે અવિરતિ છે.
(૩) પ્રમાદ : આત્મવિસ્મૃતિ, ધાર્મિક પ્રવૃત્તિનો અનાદર, હિતાહિતના કર્તવ્યમાં અસાવધાન.
પ્રમાદના પંદર ભેદ કહ્યા છે. પાંચ ઈદ્રિયોનો અસંયમ, ક્રોધાદિ ચાર કષાયનું સેવન.
સ્ત્રી-પુરુષકથા, ભોજનકથા, રાજકથા, દેશકથા વ્યસન અને નિદ્રા - સંક્ષેપમાં પાંચ પ્રકાર થાય ૧. વ્યસન ૨. ઈન્દ્રિયવિષય ૩. કષાય સેવન ૪. વિકથા-રાગકથા ૫. નિદ્રા.
પ્રમાદના આઠ પ્રકાર : અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મ અનાદર, યોગોની અયોગ્ય પ્રવૃત્તિ, એવા ભેદ પણ છે.
૨૨ જ તત્ત્વમીમાંસા
AMMAMMAMMMMMMMMMWWMWWwwwwwwwwwwwwwwwww
કરનાર ન
રાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org